Bhavnagar

તળાજામાં દારૃનો વેપલો કરવાનો કસબ નાકામ, સ્કૂટરની ડેકીમાંથી વિદેશી દારૃનો જથ્થો મળ્યો

By GS Team
13 Oct 20261 min read
TukuTouch Logo
તળાજા પોલીસે જૂની શાકમાર્કેટ વિસ્તારમાં એક્સેસ સ્કૂટરમાં છુપાવેલ વિદેશી દારૂના વેચાણનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 37 બોટલ વિદેશી દારૂ અને સ્કૂટર સહિત કુલ ₹36,290નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, બુટલેગર રોહિત ઉર્ફે કોહીનુર વેગડ સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તળાજામાં દારૃનો વેપલો કરવાનો કસબ નાકામ, સ્કૂટરની ડેકીમાંથી વિદેશી દારૃનો જથ્થો મળ્યો

બુટલેગર કોહીનુર રેડ દરમિયાન ફરાર

પોલીસે વિદેશી દારૃ ,એક્સેસ સ્કૂટર મળી રૃ. ૩૬,૨૯૦નો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપી

ભાવનગર -  તળાજા શહેરના જૂની શાકમાર્કેટ વિસ્તારમાં એક્સેસ સ્કૂટરની ડેકીમાં ગેરકાયદે રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૃ સંતાડીને વેચાણ કરવાના કારસાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. તળાજા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડી વિદેશી દારૃની ૩૭ બોટલો તથા વાહન મળીને કુલ રૃ. ૩૬,૨૯૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

મળતી માહિતી મુજબ, તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન જૂની શાકમાર્કેટમાં આર.આર. કોમ્પ્લેક્સ સામેના ખાંચામાં લક્ષ્મીનગર સોસાયટીનો રહીશ રોહિત ઉર્ફે કોહીનુર વિક્રમભાઈ વેગડ પોતાની એક્સેસ મોટરસાયકલ (જીજે-૨૩-ડીજે-૩૩૫૫) ની ડેકીમાં વિદેશી દારૃ રાખીને વેચાણ કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી.બાતમીના આધારે પોલીસે  સ્થળ પર રેડ કરી હતી. ત્યાં કોઈ વ્યક્તિ હાજર મળ્યો ન હતો, પરંતુ ચાવી વગરની બિનવારસી હાલતમાં પડેલી એક્સેસની ડેકી ખોલીને તપાસ કરતા તેમાંથી  ૧૮૦ એમ.એલ.ની ૩૭ સીલપેક બોટલો (કિંમત રૃ. ૬,૨૯૦) મળી આવી હતી.પોલીસે રૃ. ૬,૨૯૦ની કિંમતનો દારૃ અને રૃ. ૩૦,૦૦૦ની કિંમતનું એક્સેસ મોટરસાયકલ મળીને કુલ રૃ. ૩૬,૨૯૦નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેડ દરમિયાન હાજર ન મળી આવનાર રોહિત ઉર્ફે કોહીનુર વેગડ સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ), ૧૧૬-બી અને ૯૮(૨) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.