Bhavnagar

કુંભારવાડામાં બે પોલીસ કર્મીને કારથી કચડી નાંખવાનો પ્રયાસ

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં કોમ્બિંગ નાઈટ દરમિયાન વાહન ચેકિંગ કરી રહેલા 2 પોલીસકર્મીઓને સ્વિફ્ટ કારથી કચડી નાખવાનો પ્રયાસ થયો. પોલીસે પીછો કરતા આરોપીઓએ 'આજે તમને પૂરા કરવા છે' તેમ કહી હુમલો કર્યો. બોરતળાવ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રાકેશ મકવાણા અને રાકેશ સરવૈયા નામના 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુંભારવાડામાં બે પોલીસ કર્મીને કારથી કચડી નાંખવાનો પ્રયાસ

હું ભાગું છું તો પણ મારો પીછો કરો છો ?, આજે તમને પુરા કરી નાંખવા છે...

કોમ્બિંગ નાઈટ દરમિયાન વાહન ચેકિંગ કરી રહેલા પોલીસ સ્ટાફે ફિલ્મીઢબે પીછો કર્યો, બે શખ્સની ધરપકડ

ભાવનગર -  શહેરના કુંભારવાડા, માઢિયા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન કાર લઈને ભાગેલા શખ્સોનો પીછો કરતા બે પોલીસ કર્મચારીને સ્વિફ્ટ કારથી કચડી નાંખવાનો પ્રયાસ કરાયો હતોે.

એસ.પી.ની સુચનાથી ગઈકાલે શહેરમાં પોલીસે કોમ્બિંગ નાઈટ રાઉન્ડ ગોઠવ્યો હતો. જે દરમિયાન બોરતળાવ પોલીસનો સ્ટાફે કુંભારવાડા, મોતીતળાવ રોડ તરફથી આવતી એક સફેદ કલરની સ્વિફ્ટ કાર નં.જીજે.૦૪.ડીએન.૧૯૭૨ને રોકવાનો પ્રયત્ન કરતા કારચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારી મુકતા પો.કો. જયદીપસિંહ ટેમુભા અને હારિતસિંહ શત્રુઘ્નસિંહે પીછો કરતા કુંભારવાડા, માઢિયા રોડ, શેરી નં.૧૯ના નાકે કારચાલકે બન્ને પોલીસ કોન્સ્ટેબલની ઉપર કાર ચડાવી મારી નાંખવાનો પ્રયાસ કરી ગાડી રિવર્સમાં ચલાવી 'હું ભાગું છું, તો પણ મારો પીછો કરો છો ?, આજે તો તમને પુરા કરી નાંખવા છે' તેમ રાડો પાડી ફરી વખત કચડી નાંખવાની નાકામ કોશિશ કરી હતી. બાદમાં શખ્સો ભાગવા જતાં પોલીસે દોડી જઈ રાકેશ ઉર્ફે ભાલી ગગજીભાઈ મકવાણા (રહે, ખાર વિસ્તાર, મહમદી મસ્જિદ પાસે, કુંભારવાડા) અને રાકેશ ઉર્ફે કુભાર રાજુભાઈ સરવૈયા (રહે, માઢિયા રોડ, શેરી નં.૧, આંબેડકરનગર-૧, કુંભારવાડા)ને ઝડપી લઈ લોકઅપમાં પૂરી દીધા હતા. ઘટના અંગે પો.કો. જયદીપસિંહ ટેમુભાઈએ બન્ને શખ્સ સામે બોરતળાવ પોલીસમાં બીએનએસની કલમ ૧૦૯ (૧), ૫૪ હેઠળ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પીએસઆઈ ડી.કે.ચોસલાએ હાથ ધરી છે.