ઠાડચ ગામ પાસે કારમાં જઈ રહેલા પરિવાર પર હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કારના સાઈડના ગ્લાસ તુટી જવા મુદ્દે માથાકૂટ સર્જાઈ
૧૧ શખ્સે કાર પર છૂટા પથ્થરોના ઘા મારી કારને નુકસાન કર્યું, ચાર લોકોને ઈજા પહોંચી
ભાવનગર - પાલિતાણાના ઠાડચ ગામ પાસે કારમાં જઈ રહેલા પરિવાર પર ૧૧ શખ્સે પથ્થર વડે હુમલો કરી કારને નુકસાન પહોંચાડી તથા ચાર લોકોને નાની મોટી ઈજા પહોંચાડયા અંગેની પોલીસ ફરિયાદ પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાઈ છે.
મહુવાના મોટી જાગધાર ગામે રહેતા વિજયભાઈ બકુલભાઈ મોલાડીયાએ પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં કાર ચાલક (જીજે-૧૪-એએ-૫૪૩૫), અશ્વિન ગોરધનભાઈ વાઘેલા, જયદીપ જીવરાજભાઈ પરમાર અને અજાણ્યા ૮ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ કાર (જીજે-૦૪-ઈપી-૩૦૮૪) લઈને ગરાજીયા ગામે રાખડી બાંધવા માટે જતાં હતા ત્યારે ઠાડચ ગામ પાસે પહોંચતા ઉક્ત કાર (જીજે-૧૪-એએ-૫૪૩૫)નો ચાલક રોંગ સાઈડમાં આવતા તેમની બન્નેની કારના સાઈડના કાચ તુટી ગયા હતા. જેથી ઉક્ત કારનો ચાલક ઉગ્ર થઈ તેમને મારવા માટે ઠાડચ ગામ ખાતે ફોન કરી માણસો ઉભા રખાવ્યા હતા અને તેઓ ઠાડચ ગામ પાસે પહોંચતા ઉક્ત લોકોએ તેમની કારની આડી મોટર સાયકલ મુકી કાર અટકાવી તેમની કાર અને તેમની પરિવાર પર પથ્થર હુમલો કર્યો હતો. જેમાં તેમની કારને નુકસાન પહોંચ્યું હતું તેમજ તેમને તથા તેમના પત્નિ, દિકરા અને તેમના મોટા માને ઈજા પહોંચી હતી. આ અંગે પાલિતાણા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે.




