ગઢડામાં જન્મ મરણના દાખલા માટે અરજદારો પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોર્ટલની ખામીથી ૩૫ અરજી પેન્ડિંગ
જન્મ-મરણના દાખલા કાઢવા અને સુધારા બાબતની ૧૨૦ અરજીઓ નગરપાલિકા હસ્તક પડતર
ગઢડા - ગઢડા શહેરમાં રહેતા નાગરિકો સરકારી કામગીરી માટે ખાસ જરૃરી જન્મ અને મરણના દાખલા મેળવવા માટે ભારે હાલાકી વેઠી રહ્યા છે. દાખલા કાઢવા માટેની પ્રક્રિયામાં ફેરફાર થતા જિલ્લા કક્ષાએથી કરાતી કામગીરીના કારણે કામનું ભારણ વધવા ઉપરાંત પોર્ટલની વિસંગત ખામીના કારણે દાખલાની કામગીરી ટલ્લે ચડી રહી હોવાનું જાણવા મળેલ છે.
હાલમાં જન્મ-મરણના દાખલા કાઢવા અને સુધારા બાબતની ૧૨૦ જેટલી અરજીઓ નગરપાલિકા હસ્તક પડતર છે. જેના માટે સી.આર.એસ પોર્ટલનો અમલ થયા પછી પોર્ટલના ઘણા પ્રશ્નો આવી રહ્યા હોવાનું કારણભૂત છે. જેના કારણે કોમ્પ્યુટર ઓપેરટરની આઇ.ડી. બનાવવા છતાં આઈ.ડીમાં જુના જન્મ મરણ નોંધની એન્ટ્રી, સુધારા વિગેરે વિકલ્પ અપાયો નથી. ફક્ત નવજાત બાળકના નામની એન્ટ્રી થઇ શકે તેવી સ્થિતિ છે. ઉપરાંત સરકારની નવી ગાઇડલાઇન મુજબ હાલ સબ રજીસ્ટ્રારની આઇ.ડી માંથી સુધારા વધારા તથા જુની એન્ટ્રીની નોંધ વેરીફીકેશન માટે જિલ્લા રજીસ્ટ્રારની આઈ.ડીમાં એપ્રુવલ માટે ટ્રાન્સફર થાય છે. જેના કારણે છેલ્લા ૧૫ દિવસમાં ૩૫ અરજીઓ તે આઈ.ડીમાં પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે. આ આઇ.ડી. માંથી દાખલાની વિનંતી રીજેકટ કરાયછે. પરંતુ શા કારણથી રિજેક્ટ કરવામાં આવે છે તેનો ઉલ્લેખ દર્શાવાતો નથી. જેના કારણે અરજદારો અવાર નવાર જન્મ અને મરણના પ્રમાણપત્ર મેળવવા માટે આવતા હોય કામ સમય મુજબ નહીં થવાથી અને લોકોને ધક્કા થવાથી અરજદારો અને કર્મચારી વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ ઉભી થવા પામે છે. ત્યારે લોકો માટે અત્યંત જરૃરી કામગીરીના યોગ્ય નિરાકરણ માટે જિલ્લાના જવાબદાર અધિકારીઓ તરફથી તાકીદે પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.




