વળાવડ ગામે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધાને કારે અડફેટે લેતા મોત થયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો
અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત, સિહોર પોલીસમાં ગુનો નોંધાયા
સિહોર - સિહોર તાલુકાના વળાવડ ગામે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધાને કારે અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજ્યું છે. જ્યારે અકસ્માત સર્જી નાસી જનાર કાર ચાલક સામે સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
પાલિતાણાના નવા લોઈચડા ગામે રહેતા વંદનભાઈ ઘનશ્યામભાઈ સોલંકીએ સિહોર પોલીસ મથકમાં કાર ચાલક (જીજે-૩૩-કે-૩૪૩) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના દાદીમા સમજુબેન કામ સબબ વળાવડ ગામે તેમના સંબંધીને ત્યા જવા નિકળ્યા હતા અને વળાવડ ગામના બસ સ્ટેશને રોડ ક્રોસ કરવા જતાં ઉક્ત કારના ચાલકે તેમને અડફેટે લઈ અકસ્માત સર્જી માથાના તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી કાર મુકી નાસી છૂટયો હતો. બીજી તરફ સમજુબેનને સારવાર માટે પ્રથમ સિહોર સરકારી દવાખાને અને બાદમાં ભાવનગર સર ટી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિહોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




