Bhavnagar

બોટાદ ટાવર ચોકમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન ઃ રસ્તા રોકો આંદોલન

By GS Team
15 Aug 20261 min read
TukuTouch Logo
ઝારખંડમાં JPSC પરીક્ષા ગોટાળા મુદ્દે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં બોટાદ ABVPએ ટાવર રોડ પર રસ્તા રોકો આંદોલન કર્યું. શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કરતા દેશભરમાં વિરોધ જોવા મળ્યો. બોટાદમાં ABVPના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તેમની અટકાયત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદ ટાવર ચોકમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન ઃ રસ્તા રોકો આંદોલન

ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલ લાઠીચાર્જ સામે આક્રોશ

વિરોધ પ્રદર્શન કરનારા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરાઇ

બોટાદ -  ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરાયેલ લાઠીચાર્જના વિરોધમાં બોટાદ એબીવીપી દ્વારા રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. દરમિયાન પોલીસ દ્વારા પ્રદર્શનકારોની અટકાયત કરાઇ હતી.

ઝારખંડમાં જેપીએસસી પરીક્ષામાં ગોટાળાના મુદ્દાને લઇ ઝારખંડના વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે ઝારખંડ પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા સમગ્ર મામલે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં બોટાદ અખિલ ભારતીય વિદ્યા પરિષદના જિલ્લા સંયોજક સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો બોટાદ શહેરના ટાવર રોડ પર એકઠા થયા હતા અને ઝારખંડ પોલીસની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કરી રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા અખિલ ભારતીય વિદ્યા પરિષદના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.