Bhavnagar

મહુવાના વડલી પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
ભાવનગર નજીક મહુવાના વડલી ગામ પાસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મહુવાથી ભાવનગર જઈ રહેલા ગોપાલભાઈ શિયાળ (ઉ.વ. 31)નું માથામાં ગંભીર ઈજા થવાથી કરૂણ મૃત્યુ થયું હતું. અન્ય યુવક દિનેશભાઈને સામાન્ય ઈજા થઈ હતી. અજાણ્યો બાઈકચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો, જેની સામે મહુવા પોલીસમાં ગુનો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવાના વડલી પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

મહુવાથી ભાવનગર જતી વેળાએ કાળ આંબી ગયો

એક યુવકને સામાન્ય ઈજા, અકસ્માત સર્જી અજાણ્યો બાઈકચાલક ફરાર

ભાવનગર -  મહુવાના વડલી ગામ પાસે બે બાઈક વચ્ચે સર્જાયેલી કરૃણ અકસ્માતની ઘટનામાં એક યુવાનનું મોત થયું છે. અન્ય એક યુવકને સામાન્ય ઈજા થતાં પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

મહુવાના ભવાનીનગરમાં રહેતા ગોપાલભાઈ કડવાભાઈ શિયાળ (ઉ.વ.૩૧) અને દિનેશભાઈ ધીરૃભાઈ બારીયા (ઉ.વ.૨૮, રહે, ગાયત્રી ઝૂપડપટ્ટી, મહુવા) ગઈકાલ બુધવારે બાઈક નં.જીજે.૦૪.ઈકે.૪૮૭૫ લઈ મહુવાથી ભાવનગર જવા નીકળ્યા હતા. ત્યારે નેશનલ હાઈવે નં.૫૧ પર વડલી ગામથી આગળ જતાં બુટિયાના નાળા પહેલા એક બજાજ ડિસ્કરવ બાઈક નં.જીજે.૦૪.એજે.૨૧૮૭ના ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતા ગોપાલભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું મૃત્યુ થયું હતું. તેમજ દિનેશભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી નાસી છૂટેલા બાઈકના અજાણ્યા ચાલક સામે મૃતકના ભત્રીજા નાનજીભાઈ ધીરૃભાઈ (ઉ.વ.૨૦, રહે, ખરેડ, તા.મહુવા)એ મહુવા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.