ભાવનગર-બોટાદના મળી કુલ સાત કેસ ચાલી જતા ફુડ વિક્રેતાનેકુલ રૃા. ૨.૬૫ લાખનો દંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જિલ્લા ફુડ વિભાગ દ્વારા તહેવારો પૂર્વેની સઘન કામગીરી
ભાવનગરમાં અથાણુ, મોળો માવો, પનીરનો નમુનો ફેીલ બોટાદમાં શિંગતેલના ત્રણ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ મળી આવતા એજ્યુડીકેટીંગ સમક્ષ કેસ ચાલી ગયા
ભાવનગર - જિલ્લા ફુડ વિભાગ દ્વારા દર માસે નિયમિત વિવિધ ખાદ્ય પેઢીઓમાંથી સેમ્પલીંગ કરાતું હોય છે. જ્યારે અગાઉ લીધેલ નમુના લેબટેસ્ટીંગ બાદ ફેીલ આવેલ હોય અને અપીલની સુનાવણી પુર્ણ થઈ હોય છતાં કસુરવાર ઠરતા એવા ભાવનગર જિલ્લાનાચાર અને બોટાદ જિલ્લાનાંત્રણ કેસ એડજ્યુડિકેટીંગ ઓફીસર સમક્ષ ચાલી જતા ભાવનગરના ચાર વેપારી પેઢીને રૃા. ૨.૫૦ લાખ અને બોટાદની ત્રણ પેઢીને ૧૫,૦૦૦નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળેલ છે.
મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લા ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ વિવિધ વિક્રેતા અને ઉત્પાદક પેઢીઓને ત્યાં ચેકીંગ કરી ફુડ ઈન્સ્પેકટરો દ્વારા ખાદ્ય સામગ્રીનાં નમુના મેળવી લેબોરેટ્રી તપાસ માટે મોકલતા હોય છે. અગાઉ લીધેલ સેમ્પલમાં લેબ ટેસ્ટીંગ દરમિયાન ફેઈલ થયેલ સેમ્પલનું રીટેસ્ટીંગ સહિત અપીલની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હોય તમામ કેસો તાજેતરમાં એડયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ચાલી જતા. ભાવનગર જિલ્લાના પાલીતાણા સ્થિત રાધે બેકરીનું હોપસ બ્રાન્ડનું અથાણું અનસેફ આવતા રૃા. ૫૦,૦૦૦નો દંડ ફટકારાયો હતો. તો સિહોરનાં દ્વારકાધિશ સ્વીટ માર્ટમાંથી મેળવેલ મોળો માવો (લુઝ) સબ સ્ટાન્ડર્ડ મળી આવતા રૃા. ૧,૦૦,૦૦૦નો દંડ કરાયો હતો, તળાજાની દિપ હોટલમાં પનીર (લુઝ)નું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવતા ૫૦,૦૦૦નો દંડ ઝીંકાયો હતો. જ્યારે સિહોરનાં આંબલા ખાતે વગર પરવાને ધંધો કરતા મિલન સુરેશભાઈ દવેને રૃા. ૫૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો હોવાનું જણાયું છે. આમ ભાવનગરમાંકુલ ચાર કેસ ચાલી જતા વિવિધ નિયમ ભંગ સબબ ૨.૫૦ લાખનો દંડ કરાયો હતો. જ્યારે બોટાદ જિલ્લામાં અગાઉ હાથ ધરેલ ચેકીંગ અને તેમાં કસુરવાર ઠરેલ વેપારીઓનાં ચુકાદા પણ તાજેતરમાં આવ્યા હતા જેમાં બોટાદની ગોકુળ ઓઈલ મીલનું શિંગતેલ (લુઝ)નું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતા રૃા. ૫૦૦૦નો દંડ કરેલ તો બોટાદના શેથળી ગામે દેત્રોજા ઓીલ મીલમાંથી ટાંકી-૧માંથી લીધેલ શિંગ તેલનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ અને ટાંકી-૨માંથી લધેલ સિંગતેલનું સેમ્પલ પણ સબ સ્ટાન્ડર્ડ મળી આવતા એક જ પેઢીનાં બે કેસમાં પાંચ-પાંચ હજારનો દંડ ફટકારાયો હતો. આમ નિયમભંગ વિરૃધ્ધ ઘણા લાંબા સમયે ચુકાદાઓ આવતા વેપારી આલમમાં ફફડાટ ફેલાી જવા પામ્યો હતો.
ગત માસમાં ભાવનગરથી ૧૫ અને બોટાદથી ૮ નમુના લેવાયા
જિલ્લા ફુડ વિભાગ દ્વારા દર માસે લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે હેતુ સાથે ચેકીંગ હાથ ધરાતું હોય છે અને નમુના એકત્ર કરતા હોય છે. ગત માસ અંતર્ગત વિવિધ તાલુકા મથકો પરથી ભાવનગરમાંથી દુધનાં-૨, ખાદ્યતેલનું ૧, તૈયાર ખોરાકનાં ૩, અન્ય ૯ મળી ૧૫ નમુના લેવાયા હતા તો બોટાદમાંથી ખાદ્યતેલનું ૧, મીઠાઈનું ૧, ફરસાણનું ૨, અન્યના ૪૩ મળી ૮ સેમ્પલ લેવાયેલ જેને લેબોરેટ્રી ટેસ્ટીંગ માટે મોકલી દેવાયા હતા. જોકે તંત્ર દ્વારા છેલ્લા એક મહિનાથી કામગીરી ઢીલી કરી દેવાઈ હોય ગણ્યા ગાઠયા સેમ્પલીંગ કરાતુ હોવાની પણ ફરિયાદ ઉઠી છે.
આગામી શ્રાવણ માસના તહેવારને લઈ સઘન ચેકીંગ જરૃરી
શ્રાવણ માસ નિમિત્તે રક્ષાબંધન, સાતમ, આઠમ તેમજ આગામી નવરાત્રી, ગણેશોત્સવ સહિત મેળા યોજાતા હોય મોટો વર્ગ બહાર ખાતો હોય ખાદ્ય સામગ્રી આરોગ્યપ્રદ મળે તે હેતુ સાથે મોબાીલ વાન દ્વારા સ્થળ પર સઘન ચેકીંગ હાથ ધરવું જરૃરી બનેલ છે. જે અંગે પણ યોગ્ય કાર્યવાહી અનિવાર્ય બની છે.




