Bhavnagar

રેડીમેડ કાપડના વેપારી પાસે હપ્તા ઉઘરાવી દુકાનમાં તોડફોડ કરી

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના ઘોઘા જકાતનાકા પાસે જય ભોલે એન્ટરપ્રાઇઝના વેપારી જગદીશભાઈ દેવાણીને ગોપાલ ચાવડા અને માધવ બારડે ધમકી આપી તોડફોડ કરી હતી. હપ્તાના રૂ. 2,000 પડાવી, વધુ રૂ. 5,000 માંગતા ન આપતા સીસીટીવી અને કાચ તોડી રૂ. 35,000નું નુકસાન કર્યું. ભરતનગર પોલીસે બંને સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેડીમેડ કાપડના વેપારી પાસે હપ્તા ઉઘરાવી દુકાનમાં તોડફોડ કરી

બે અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાઈ

ઘોઘા જકાતનાકા પાસે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી સીસીટીવી અને કાચ તોડયા,રૃ.૩૫,૦૦૦નું નુકસાન

ભાવનગર - શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં આવેલી જય ભોલે એન્ટરપ્રાઇઝ નામની રેડીમેડ કપડાંની દુકાન ધરાવતા વેપારી પાસે બળજબરીપૂર્વક હપ્તો ઉઘરાવી, નાણાં ન આપતા તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે.

ઘટનાની વિગતો અનુસાર, ગાયત્રીનગર સમર્પણ સોસાયટીમાં રહેતા વેપારી જગદીશભાઈ અમુલભાઈ દેવાણી ઘોઘા જકાતનાકા પાસે પરિમાણ હોસ્પિટલની પાછળ દુકાન ચલાવે છે. બે-ત્રણ દિવસ પહેલાં ગોપાલ મકાભાઈ ચાવડા નામનો શખ્સ તેમની દુકાને આવ્યો હતો અને અહીં ધંધો કરવો હોય તો રૃ. ૨,૦૦૦ આપવા પડશે તેવી ધમકી આપી બળજબરીથી રૃ. ૨,૦૦૦ કઢાવી ગયો હતો.ત્યારબાદ તારીખ ૯ સપ્ટેમ્બરના રોજ રાત્રે પોણા બારેક વાગ્યે જ્યારે જગદીશભાઈ અને તેમનો ભાઈ અલંગથી આવેલો માલ સામાન ઉતારી રહ્યા હતા, ત્યારે ગોપાલ ચાવડાએ ફરી આવી વધુ રૃ. ૫,૦૦૦ની માગણી કરી હતી. વેપારીએ નાણાં આપવાની અસમર્થતા દર્શાવતા શખ્સે ગાળો આપી જતો રહ્યો હતો. થોડીવાર પછી ગોપાલ ચાવડા તેના મિત્ર માધવ બારડ સાથે પરત આવ્યો હતો અને બંનેએ દુકાન પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં સીસીટીવી કેમેરા અને બારીના કાચ તૂટી જતાં આશરે રૃ. ૩૫,૦૦૦નું નુકસાન થયું હતું.આ બનાવ બાદ સિન્ધી સમાજના આગેવાનોની હિંમત અને સહકારથી વેપારી જગદીશભાઈએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં બંને શખ્સ વિરૃદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. ભરતનગર પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.