Bhavnagar

ભાવનગર શહેરમાં બુધવારે ઈદે મિલાદુન્નબીનું શાનદાર ઝુુલુસ નિકળશે

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં તા. 26 બુધવારે ઇસ્લામ ધર્મના પયગંબર હઝરત મુહંમદ સાહેબના જન્મદિવસ, ઇદે મિલાદુન્નબીની ઉજવણી થશે. સવારે 8:30 કલાકે ચાવડીગેટ, બાપુની વાડીએથી ડીજે વગર ભવ્ય ઝુલુસ નીકળશે. કલેક્ટર, ડીએસપી સહિતના મહાનુભાવો લીલી ઝંડી આપશે. આ ઝુલુસમાં ટ્રક, રિક્ષા, ઘોડેસવારો, ઊંટગાડી, બગી, ઘોડાગાડી અને ટ્રેક્ટર જોડાશે, તેમજ મિલાદ પાર્ટીઓ અને યુવક મંડળો પરંપરાગત વસ્ત્રોમાં સામેલ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર શહેરમાં બુધવારે ઈદે મિલાદુન્નબીનું શાનદાર ઝુુલુસ નિકળશે

બાપુની વાડીએથી ઝુલુસને પ્રસ્થાન કરાવાશે

ઝુલુસમાં મિલાદ પાર્ટીઓ, યુવક મંડળો તેમજ ટ્રક, ટ્રેકટર,રીક્ષા,ઉંટગાડી,ઘોડાગાડી અને બગી વગેરે સામેલ થશે

ભાવનગર -  ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહંમદ સાહેબ (સ.અ.વ.)ના જન્મ દિવસ ઈદે મિલાદુન્નબીની તા.૨૬ ને બુધવારે ભાવનગર શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવશે. આ અવસરે ભાવનગરમાં ડીજે વગર શાનદાર ઝુલુસ નિકળશે.

ઈદે મિલાદુન્નબી નિમીત્તે તા.૨૬ મીએ સવારે ૮-૩૦ કલાકે શહેરના ચાવડીગેટ,બાપુની વાડીએથી એક વિશાળ ઝુલુસ નિકળશે.આ ઝુલુસને કલેકટર, ડી.એસ.પી., મ્યુનિ.કમિશ્નર, મેયર, ડે.મેયર અને ડીવાય.એસ.પી. વગેરે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે.  જે ઈમામવાડા, અલકા ટોકીઝ, મતવા ચોક, શેલારશા ચોક, આંબાચોક, જુમ્મા મસ્જિદ, હેરિસ રોડ, વોરા બજાર થઈને બાર્ટન લાયબ્રેરી ચોક,હલુરીયા ચોક, હાઈકોર્ટ રોડ, ઘોઘાગેટ ચોક, ગંગાજળીયા તળાવ, વોશીંગઘાટ, દરબારી કોઠાર થઈને શેલારશા ચોકમાં બપોરે ૩ કલાકે પૂર્ણ થશે. આ ઝુલુસમાં ટ્રકો, રીક્ષાઓ, ઘોેડેસ્વારો, ઉંટગાડી, બગી ગાડી, ઘોડાગાડી અને ટ્રેકટરો જોડાશે. આ સાથે મિલાદ પાર્ટીઓ, યુવક મંડળો તેમજ મુસ્લિમ સમાજ તેમના પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને સામેલ થશે. આ ઝુલુસના રૃટ ઉપર સમાજની ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ, યુવક મંડળો દ્વારા ઠંડા પાણી, શરબત અને ન્યાઝનું વિતરણ કરાશે. આ ઝુલુસમાં સામેલ થતા રીક્ષા,ટ્રક, કાર સહિતના ફોર વ્હીલધારકોએ નામ, સરનામા તથા લાયસન્સની ઝેરોક્ષ સંસ્થાની ઓફિસે પહોંચતી કરવાની રહેશે.