ઘોઘાના વાવડી ગામની સીમમાંથી દારૃની ૮૧૮૪ બોટલો ઝડપાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દારૃના કટિંગ થઈ રહેલા સ્થળ પર દરોડો, આરોપીઓ ફરાર
પોલીસે રૃા.૨૫ લાખથી વધારેની કિંમતનો દારૃ સહિત ૪૦ લાખથી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો, ઘોઘા પોલીસમાં ગુનો નોંધાયા
ભાવનગર - ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ગત મોડી રાત્રિના ઘોઘા તાલુકાના વાવડી ગામની સીમમાં દારૃના કટિંગ થઈ રહેલા સ્થળ પર દરોડો પાડી ૩૦૦થી વધારે પેટીમાં રાખેલી વિદેશી દારૃની ૮ હજારથી વધારે બોટલ સહિત કુલ રૃા.૪૦ લાખની વધારેનો મુદ્દામાલ કબજે લીધો હતો. જોેકે પોલીસ પહોંચી ત્યારે સ્થળ પર કોઈ હાજર મળી આવ્યું નહોતું. બહારથી દારૃ મંગાવનારા પાંચ શખ્સ સામે ઘોઘા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર-તળાજા હાઈ-વે પર વણેચી વાવથી વાવડી ગામ તરફ જતાં રોડ પર તળાવ પાસે બાવળની કાટમાં શક્તિસિંહ ચકુભા રાયજાદા (રહે.ખાંટડી, તા.ઘોઘા), જયદીપસિંહ ભુપતસિંહ જાડેજા (રહે.ભાવનગર, મુળ રહે.જુનીફોટ, તા.ખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકા), કલ્પેશ નાથાભાઈ કોતર (રહે.સિદસર), અશોક ધીરૃભાઈ ચાડ (રહે.કમળેજ) અને જયદીપસિંહ ઉર્ફે ભીમડો રેવતસિંહ ગોહિલ (રહે.ચિત્રા, ભાવનગર)એ બહારથી વિદેશી દારૃનો જથ્થો મંગવી અમુક માણસો બોલાવી દારૃનું કટિંગ કરી રહ્યાં હોવાની ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોર્ડને મળેલી બાતમીના આધારે ગત મોડી રાત્રે તપાસ કરતા પોલીસને બાતમીવાળા સ્થળેથી મોટા ટોરસ ટ્રક (એચઆર-૫૫-એએ-૫૦૩૬)માં રાખેલા ૩૧૯ ખાખી પુંઠાવાળા બોક્સમાંથી રૃા.૨૫,૨૬,૪૮૦ની કિંમતની વિદેશી દારૃની કુલ ૮૧૮૪ બોટલ મળી આવી હતી. તેમજ પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે સ્થળ પરથી કોઈ હાજર મળી આવ્યું નહોતું. પેરોલ ફર્લો સ્ક્વોર્ડે સ્થળ પરથી દારૃ, ટ્રક, મોટર સાયકલ, મોબાઈલ સહિત કુલ રૃા.૪૦,૩૬,૪૮૦નો મુદ્દામાલ કબ્જે લઈ ઉક્ત પાંચેય શખ્સ સામે ઘોઘા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




