શહેરના કુંભારવાડામાં મીલની ચાલી પાસે ધાર્મિક સહિતના પ૧ ગેરકાયદે દબાણ હટાવ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રોડ બનાવવાના કામમાં નડતરરૃપ દબાણ મહાપાલિકાએ દૂર કર્યા
૪ ધાર્મિક, ર શેડ, રર ઓટલા, ૧૬ ચોકડી, ૬ પાણીની ટાંકી, ૧ બાથરૃમ વગેરે દબાણ તોડી પડાયા, દબાણકર્તાઓમાં કચવાટ
ભાવનગર - ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મીલની ચાલી પાસે રોડ બનાવવા માટે મહાપાલિકા દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે પરંતુ રોડ પર ઘણાં દબાણો હતા તેથી આજે બુધવારે મહાપાલિકાએ ધાર્મિક સહિતના નાના પ૧ ગેરકાયદે દબાણ તોડી પાડયા હતાં. મહાપાલિકાની કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં કચવાટ ફેલાયો હતો.
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મીલની ચાલી પાસે રોડ બનાવાના કામમાં નડતર રૃપ પાક્કા દબાણો આજે બુધવારે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતાં. કેટલાક ધાર્મિક દબાણો પણ હટાવવામાં આવ્યા હતાં. એસ્ટેટ વિભાગે વોર્ડ ઇજનેર સાથે રાખીને દબાણ દૂર કર્યા હતા અને રોડ બનાવવાની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી, જેમાં ૦૨ શેડ, ૨૨ ઓટલા, ૧૬ ચોકડી, ૦૬ પાણીની ટાંકી, ૦૪ ધાર્મિક દબાણ અને ૦૧ બાથરૃમ વગેરે દબાણ દૂર કરવામાં આવ્યા હોવાનુ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.
ઉલ્લેખનીય છે કે, મહાપાલિકા દ્વારા કેટલાક માસ પૂર્વે દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં દબાણ દૂર કરવામાં આવતા આજે મહાપાલિકાએ દબાણ દૂર કર્યા હતાં. મહાપાલિકાની કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. કેટલાક દબાણકર્તાઓએ થોડો વિરોધ પણ કર્યો હતો પરંતુ મહાપાલિકાએ વિરોધ વચ્ચે પણ દબાણ દૂર કર્યા હતાં.




