ભાવનગર જિલ્લામાંથી ૪૦ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નેશનલ સ્ટેમ કવીઝમાં ભાવ.જિલ્લામાંથી ૮૬ હજારથી વધુ છાત્રોએ નોંધણી કરાવી હતી
ભાવનગર - કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાાન કેન્દ્રના પ્રયાસથી ભાવનગર જિલ્લામાંથી ૮૬ હજારથી વધુ વિદ્યાર્થીઓએ નેશનલ સ્ટેમ કવીઝમાં નોંધણી કરાવી હતી. આ સ્પર્ધામાં ભાવનગર જિલ્લામાંથી ૪૦ વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના વિજ્ઞાાન અને પ્રૌદ્યોગિકી વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત નેશનલ સ્ટેમ કવિઝ-૪.૦માં દેશભરમાંથી આશરે ૧૫ લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. સ્પર્ધાના વિવિધ તબક્કાઓમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કુલ ૨ કરોડ સુધીના ઇનામોની જોગવાઈ કરાઈ હતી.સ્પર્ધામાં ભાગ લેનાર આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર દ્વારા ટેબ્લેટ ઇનામ સ્વરૃપે અપાશે. વિદ્યાર્થીઓ માટે તાલુકા, જિલ્લા, ઝોન અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. ભાવનગર જિલ્લાના પસંદ થયેલા ૪૦ વિદ્યાર્થીઓને અપાયેલા આ ટેબ્લેટની કુલ કિંમત ૧૦ લાખથી વધુ છે.રાષ્ટ્રીય અવકાશ દિવસે રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય રાજય મંત્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તે ઉપરાંત પ્રોજેક્ટ ડાયરેક્ટર, જી. શિ.અને તાલીમ ભવનના પ્રાચાર્ય અને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાાન કેન્દ્રના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા.









