Bhavnagar

જિલ્લામાં જુગારના ત્રણ બનાવોમાં ૨૦ ઝડપાયા

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગર જિલ્લામાં આજે જુગારના 3 બનાવોમાં પોલીસે 20 જુગારીઓને ઝડપી પાડ્યા છે. તળાજા, બગદાણા અને ઘોઘા પોલીસે કુલ ₹38,340નો મુદ્દામાલ કબજે કર્યો. તળાજાના ગોરનાથ રોડ, મહુવાના વાઘવદરડા અને ભાવનગરના હાથબ ગામમાંથી જુગારીઓ પકડાયા હતા. પોલીસે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જિલ્લામાં જુગારના ત્રણ બનાવોમાં ૨૦ ઝડપાયા

અલગ-અલગ ત્રણ ગુનાઓ નોંધાયા

તળાજા, બગદાણા અને ઘોઘા પોલીસે કુલ રૃા.૩૮,૩૪૦નો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર -  ભાવનગર જિલ્લામાં આજે જુગારના ત્રણ બનાવોમાં પોલીસે ૨૦ જુગારીઓને કુલ રૃા.૩૮,૩૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અલગ-અલગ ત્રણ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તળાજાના ગોરનાથ રોડ મહાકાળીમાના મંદિર સામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા અરવિંદ મહેશભાઈ ચૌહાણ, રાજુ વાલજીભાઈ મકવાણા, પ્રવિણ જાનાભાઈ વાળા અને સાગર રમેશભાઈ કવાને તળાજા પોલીસે ૧૧,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. મહુવાના વાઘવદરડા ગામે જુગાર રમતા જગદીશ જોધાભાઈ ગોહિલ, અરજણ રામભાઈ ગોહિલ, લખમણ બચુભાઈ બારૈયા, રાવત બધાભાઈ વાળા, વજુ એભલભાઈ વાળા, હિંમત મુળુભાઈ ગોહિલ, બાવુ ગીગાભાઈ ગોહિલ, ભુરા નકાભાઈ ગોહિલ, અજય કિશોરભાઈ જાની, અનિલ કાળુભાઈ ગોહિલ, જામસંગ ઓધાભાઈ ગોહિલ, ચીનુ રામભાઈ ગોહિલ, ભુરા બઘુભાઈ ગોહિલ અને નિરૃ લાખાભાઈ ગોહિલને બગદાણા પોલીસે કુલ રૃા.૧૬,૧૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. ભાવનગરના હાથબ ગામમાં જુગાર રમતા મનિષ ઉર્ફે લાલો ભલાભાઈ ગોહિલ અને ગોવિંદ ભીમાભાઈ સોલંકીને ઘોઘો પોલીસે કુલ રૃા.૧૧,૧૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.