Bhavnagar

ધોલેરા-વટામણ હાઇવે પર પલટી જતાં ૧૭ વર્ષિય સગીરનું મોત

By GS Team
6 Jul 20261 min read
TukuTouch Logo
ધોલેરા પોલીસ મથકે નોંધાયેલા ગુના મુજબ, પીપળી-વટામણ હાઇ-વે પર ભૂંડ ભરેલો ટેમ્પો પલટી ખાઈ ગયો. વડોદરાથી પાલીતાણા થઈ વટામણ આવતી વખતે, ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં 17 વર્ષીય રાજ કમલસીંગ સરદારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું, જ્યારે અન્ય એકને ઈજા થઈ. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધોલેરા-વટામણ હાઇવે પર પલટી જતાં ૧૭ વર્ષિય સગીરનું મોત

ધોલેરા પોલીસ મથકે ગુનો નોંધાયો

ટેમ્પો ભૂંડ ભરીને જતા ડ્રાઈવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો ગંભીર અકસ્માત

ભાવનગર, ધોલેરા પોલીસ સ્ટેશનની હદમાં પીપળી-વટામણ હાઇ-વે રોડ પર ભુંડ ભરીને વટામણ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન પીપળી નજીક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ૧૭ વર્ષિય સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

વડોદરાના માંજલપુર ખાતે રહેતા બીરસીંઘ શિકલીગર અને તેમનો ભત્રીજો રાજ કમલસીંગ સરદાર (ઉ.વ. ૧૭) તેના મિત્રો સાથે પાલીતાણાથી ટેમ્પા (નંબર જીજે-૨૦-યુ-૩૪૧૮) માં ભુંડ ભરીને વટામણ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન પીપળી ગામથી ૧ કિલોમીટર દૂર હાઇ-વે પર ચાલક ભજ્જી બલ્લુસીંગ અંદરેલે ગાડી ગફલતભરી રીતે ચલાવી સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. આ કારણે ગાડી રોડની સાઇડમાં પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં રાજને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને કરમસદની હોસ્પિટલનામાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવક સોનુસીંગ ટાંક (ઉ.વ. ૨૧) ને પગે ઇજા થઈ હતી. ધોલેરા પોલીસે આ મામલે બી.એન.એસ. અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.