Bhavnagar

ચેસની પ્રથમ ઈવેન્ટમાં ૧૦૨ ખેલાડીએ ભાગ લીધો ૧૦ની વેસ્ટઝોન માટે પસંદગી

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગર મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા સર પી.પી. ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ ખાતે આંતર કોલેજ ચેસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 21 ભાઈઓની અને 15 બહેનોની કોલેજોના કુલ 102 ખેલાડીઓએ ભાગ લીધો. આ સ્પર્ધામાંથી વેસ્ટઝોન માટે 5 ભાઈઓ અને 5 બહેનોની પસંદગી કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ચેસની પ્રથમ ઈવેન્ટમાં ૧૦૨ ખેલાડીએ ભાગ લીધો ૧૦ની વેસ્ટઝોન માટે પસંદગી

આંતર કોલેજ સ્પર્ધાનો વિધીવત પ્રારંભ

ભાઈઓમાં ૨૧ કોલેજો અને બહેનોમાં ૧૫ કોલેજો વચ્ચે સ્પર્ધા યોજાઈ

ભાવનગર -  મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આંતર કોલેજ સ્પર્ધા અંતર્ગત ચેસની સ્પર્ધા આજે યોજાઈ હતી. જેમાં ભાઈઓ-બહેનોમાં ૫-૫ ખેલાડીઓની વેસ્ટઝોન સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી.

મહારાજા કૃષ્મકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગરના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તા. ૨૩-૭ના રોજ સર પી.પી. ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સના યજમાન પદે આંતર કોલેજ ચેસ ભાઈઓ-બહેનો સ્પર્ધા ૨૦૨૬-૨૭નું આયોજન કરવામાં આવેલ. જેમાં ૨૧ કોલેજોના કુલ ૭૦ ભાઈઓ તથા ૧૫ કોલેજોની કુલ ૩૨ બહેનો એમ કુલ ૧૦૨ ખેલાડીઓ ભાઈઓ-બહેનોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

જેમાં ભાઈઓમાં એસએસસીએમના સોલંકીયશ, ગોહિલ ઓમદેવસિંહ, ભુવા વેદાંત, કોલેજ ઓફ ડેન્ટલના ચુડાસમા મિતરાજસિંહ, સ્વા. કોલેજના ગોહિલ લક્ષ્ય તથા બહેનોમાં એમ.જે. કોલેજના ખુશીબા ઝાલા, સ્વામિનારાયણ કોલેજનાં ત્રીવેદી હરિકૃષ્ણ, રાઠોડ ક્રેની, શ્રીમાળી સુમીના, મારૃતિ કોલેજના સરવૈયા ઓમીની વેસ્ટઝોન ઈન્ટર યુનિ. સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી.