Gujarat

ભરૂચના કસક વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

By GS Team
23 Nov 20211 min read
This article was originally published on 23 Nov 2021
ભરૂચના કસક વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

ભરૂચ:સી ડીવીઝન પોલીસને મળેલી બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ કસકમાં આવેલા અપ્સરા એપાર્ટમેન્ટમાં છાપો મરાયો હતો. આ એપાર્ટમેન્ટમાં વડોદરા મેહતાવાડી સુલેમાની બેન્ક પાસે નાગરવાડા વિસ્તારમાં રહેતો મોગલ મીરાશાહ મસ્તાનવલી મીરા આર્યુવેદિક સેન્ટર ચલાવતો હતો. જેની પાસે  ડીગ્રી અને અન્ય કાગળો માગતા તે મળી આવ્યા નહોતા. આ બોગસ ડોક્ટર હોવાથી પોલીસે તેની પાસેથી મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન મળી કુલ 6 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે તેની સામે મેડીકલ પ્રેક્ટીશનરની કલમો મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.