Bharuch

અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વેના બ્રિજમાં ગાબડું, ટ્રક પલટી મારી ગઈ

By GS Team
2 Jul 20261 min read
TukuTouch Logo
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરના બ્રિજમાં મોટું ગાબડું પડ્યું છે. અડોલ અને પીલુદરા ગામ વચ્ચે બનેલી આ ઘટનામાં એક ટ્રક પલટી ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કરોડોના ખર્ચે બનેલા આ આધુનિક હાઇવેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેનાથી વાહનચાલકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વેના બ્રિજમાં ગાબડું,  ટ્રક પલટી મારી ગઈ

Bridge Damaged on Delhi-Vadodara-Mumbai Expressway: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરના બ્રિજમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આ હાઈ-સ્પીડ એક્સપ્રેસ વે પર આવેલા બ્રિજ પર અચાનક મોટું ગાબડું પડી જતાં ટ્રક પલટી ગઈ હતી. આ ગંભીર અકસ્માતને પગલે હાઈવે પર દોડતા વાહનોની સુરક્ષા અને કરોડોના ખર્ચે બનેલા રસ્તાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

રૂપિયા કરોડોના ખર્ચે બનેલા હાઈવેની નબળી ગુણવત્તા!

મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના અંકલેશ્વર નજીક આવેલા અડોલ અને પીલુદરા ગામની વચ્ચેથી પસાર થતા એક્સપ્રેસ હાઇવેના સેક્શન પર બની હતી. હાઈવે પરના બ્રિજ પર અચાનક ગાબડું પડી ગયું હતું. આ દરમિયાન ત્યાંથી પૂરઝડપે પસાર થઈ રહેલા ટ્રકચાલકને રસ્તા પરના આ અણધાર્યા ગાબડાનો અંદાજ આવ્યો ન હતો, જેના કારણે ટ્રકનું સંતુલન બગડ્યું હતું અને ટેમ્પો હાઈવે પર જ ધડાકાભેર પલટી મારી ગયો હતો.

અકસ્માતને પગલે આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. નોંધનીય છે કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે એ ભારતનો સૌથી આધુનિક હાઈવે ગણાય છે, ત્યારે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે આટલા મોટા પ્રોજેક્ટમાં પણ નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે.