Gujarat

ઝઘડિયા GIDCની હિન્દુસ્તાન કોપર કંપનીમાંથી કોપરના હુકની ચોરી

By GS Team
24 Sep 20191 min read
This article was originally published on 24 Sep 2019
ઝઘડિયા GIDCની હિન્દુસ્તાન કોપર કંપનીમાંથી કોપરના હુકની ચોરી

 ઝઘડિયા તા.24 સપ્ટેમ્બર 2019 મંગળવાર

ઝઘડિયા જી આઇ ડી સીની હિન્દુસ્તાન કોપર લિમિટેડમાંથી ગત રોજ કોપરના હુક ની ચોરી થવા પામી છે. 17 કિલોના એક એવા 9 હુક ચોરી થવા છે .જેની કિંમત રૂ. 61,200 જેટલી છે. કંપનીના મેનેજરે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 ઝઘડિયા જી આઈ ડી સીના પ્લોટ નં. માં આવેલા હિન્દુસ્તાન કોપર લિમિટેડ કેથોડ કોપરાનું ઉત્પાદન કરે છે. કંપનીમાં એચ.આર મેનેજર તરીકે નવીનભાઈ હરિંદરભાઈ તીયા ફરજ બજાવે છે. ૧૫ જુલાઈ થી કંપનીમાં પ્રોડકશન બંર્ં છે. 

આજરોજ કંપની મેનેજર નવીનભાઈ કંપની સાઈડ પર હતા ત્યારે તેમને કંપનીમાંથી કોપરના હુક (લગ) ચોરી થયા નું જણાયું હતું. જે જગ્યાએ હુક મુકવામાં આવેલ તે ત્યાં હતા નહિ જેથી પ્લાન્ટમાં આજુબાજુ તપાસ કરતા મળી આવ્યા ન હતા. 17  કિલોનો એક હુક એવા 9 નંગ હુક જેનું કુલ આશરે વજન 153 કિલો જેટલું થાય છે .તેની કિંમત આશરે રૂ. 61,200 જેટલી છે જે કોઈ ચોર ઈસમો ચોરી કરી લઇ ગયેલ છે. કંપનીના મેનેજર નવીનભાઈ તીયા એ ઝઘડિયા પોલીસ મથકમાં કોપરના 9 નંગ હુક ચોરાયાની ફરિયાદ નોંધાવી છે.