ભરૂચમાં હિટ એન્ડ રનનો ભોગ બનેલા યુવકનું સયાજી હોસ્પિટલમાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વાગ્યા ગામ નજીક થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 23 વર્ષીય યુવકનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બનાવ અંગે વાલિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગત 11 જુલાઈના રોજ ભરૂચ જિલ્લાના વાગ્યા ગામ ખાતે રહેતા 23 વર્ષીય ધવલ પ્રવીણભાઈ વસાવા બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતાં પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અત્રેની સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
સયાજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર દરમિયાન આજે ધવન વસાવાનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર બનાવ અંગે વાલિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ સહિત વધુ તપાસ શરૂ કરી છે.









