Baroda

પુરપાટ જતી થાર ગાડીએ ટક્કર મારતા યુવાનનું મોત

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં કપુરાઇ બ્રિજ પાસે રોડ ક્રોસ કરતા ભાવેશ રાઠવા (ઉ.વ.31) ને મહારાષ્ટ્ર પાસિંગની થાર ગાડીએ અડફેટમાં લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તે છોટાઉદેપુરથી વડોદરા પરત ફર્યો હતો. પોલીસે થાર ચાલક સામે ગુનો નોંજી તપાસ હાથ ધરી છે. અન્ય એક બનાવમાં ભાયલી પાસે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર ઉભેલા ટ્રેલરના ક્લિનર સુરજકુમાર ભાટને પંજાબ પાસિંગના કન્ટેનરે કચડી નાખતા તેનું પણ મોત થયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

પુરપાટ જતી થાર ગાડીએ ટક્કર મારતા યુવાનનું મોત

કપુરાઇ બ્રિજ પાસે પૂરપાટઝડપે જતી મહારાષ્ટ્ર પાસિંગની એક થાર ગાડીએ રોડ ક્રોસ કરતા યુવાનને અડફેટમાં લેતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભાવેશ સુખરામ રાઠવા (ઉ.વ.૩૧) વડોદરામાં રહીને ડ્રાઇવિંગનું કામ કરતો હતો. તા.૧૧ના રોજ તે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મુસર ગામમાં પોતાના વતનમાં મોટાભાઇ સહિતના પરિવારના સભ્યોને મળવા ગયો હતો અને બીજા દિવસે તા.૧૨ના રોજ તે વડોદરા પરત આવ્યો હતો. દરમિયાન કપુરાઇ બ્રિજ પાસે તે ચાલતા રોડ ક્રોસ કરતો હતો ત્યારે પૂરપાટઝડપે આવતી એક થાર ગાડીએ ભાવેશને જોરદાર ટક્કર મારતા તે રોડ પર ફંગોળાયો હતો. તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે કપુરાઇ પોલીસે થારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના અન્ય બનાવમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર વડોદરા નજીક ભાયલી પાસે આજે સવારે એક ટ્રેલરની પ્રેશર પાઇપ ખરાબ થતા ચાલક ખુમાનસિંહ છોગસિંહ રાવતે ટ્રેલર સાઇટ પર પાર્કિંગમાં ઊભું રાખ્યું હતું. બાદમાં ક્લિનર સુરજકુમાર નારાયણલાલ ભાટ (રહે.શેખાવાસ ગામ, તા.ભીમ, જિલ્લો રાજસમલ, રાજસ્થાન) ટ્રેલરમાંથી નીચે ઉતરી પ્રેશર પાઇપ ચેક કરતો હતો ત્યારે પાછળથી પૂરપાટઝડપે આવતા પંજાબ પાસિંગના એક કન્ટેનરે સુરજકુમારને અડફેટમાં લેતા તેનું કરૃણ મોત નિપજ્યું હતું. તાલુકા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.