Baroda

"તું ગાંવ મેં આકે દીખા, તુજે ઘર મેં ઘુસ કે જાનસે માર દેંગે " : 3 વર્ષ પહેલા બર્થડે પાર્ટીના ઝઘડાની અદાવતમાં ધમકી

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં દાબેલીની દુકાન ચલાવતા દિલીપ પ્રજાપતિને પિતરાઈ ભાઈઓ ધમકાવી રહ્યા છે. 3 વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી મનીષ, અભિષેક અને રોહિત પ્રજાપતિએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી. "50 લાખ નહીં આપે તો જીવતો નહીં છોડીએ" તેવી ધમકી મળતા માંજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

"તું ગાંવ મેં આકે દીખા, તુજે ઘર મેં ઘુસ કે જાનસે માર દેંગે " : 3 વર્ષ પહેલા બર્થડે પાર્ટીના ઝઘડાની અદાવતમાં ધમકી

Vadodara Crime : ત્રણ વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી પિતરાઇ ભાઇઓ દ્વારા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે પાર્થ ભૂમિમાં રહેતા દિલીપ સુરેશભાઇ પ્રજાપતિએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું સુશેન સર્કલ પાસે દાબેલી અને વડાપાંવની દુકાન ચલાવુ છું. બે વર્ષ પહેલા મારા પુત્રની બર્થડે પાર્ટી તરસાલીની હોટલમાં રાખી હતી. ત્યારે મારે મનીષ ભગવતભાઇ પ્રજાપતિ (રહે.રાજીવનગર, તરસાલીરોડ, મૂ રહે. મધ્યપ્રદેશ) સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ અવાર નવાર અમારી વચ્ચે ઝઘડો થતો હતો. ગત 11 મી તારીખે રાત્રે સાડા દસ વાગ્યે મનીષ પ્રજાપતિના પિતરાઇ ભાઇ અભિષેખ વિનોદભાઇ પ્રજાપતિનો કોલ આવ્યો હતો. તેણે મને ગાળો બોલી ધમકી આપતા કહ્યું કે, "ચાહતા ક્યા હૈ ? મેં વડોદરા મેં આ કે તેરી ગલતફેમી દૂર કરતા હું". મેં તેને જવાબ આપ્યો કે, મને કોઇ ગલતફેમી નથી. મનીષે વચ્ચે બોલતા કહ્યું કે, તું ગાંવ મેં આકે દીખા. તુજે ઘર મેં ઘુસ કે જાનસે માર દેંગે, તુ પચાસ લાખ દેગા તો જીંદા નહીં છોડેંગે. ત્યારબાદ પણ મનીષ તથા તેના બે કુટુંબી ભાઇઓ અભિષેક તથા રોહિત સંતોષભાઇ પ્રજાપતિ ત્રણેય ભેગા મળીને ફોન પર મારી નાખવાની ધમકીઓ આપતા હતા.