મહિલાઓ સ્વતંત્ર વહીવટ કરે,પતિની દખલગીરીના મુદ્દે ટકોરઃવડોદરાના પંચાયતના સભ્યોને તાલીમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને કાર્યપધ્ધતિ બાબતે આજે એક દિવસની તાલીમ આપવામાં આવી હતી.જેમાં મોટાભાગના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા.
તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોને કેવી રીતે કામ કરવું,સૂચનો કરવા, કઇ કઇ યોજના અમલમાં છે,ગ્રાન્ટ,જન ભાગીદારીના કામો,કર વસૂલાત,ઇ-ગ્રામ સ્વરાજ જેવા મુદ્દે તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમના પ્રારંભમાં સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.આ દરમિયાન પંચાયતોમાં મહિલાઓને ૩૩ ટકાને બદલે ૫૦ ટકા અનામત આપવામાં આવી હોવાથી મહિલાઓ સ્વતંત્ર રીતે વહીવટ કરે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.જેનો ઇશારો મહિલાઓના પતિઓની વહીવટમાં થતી દખલગીરી તરફ હોવાથી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
તાલીમ કાર્યક્રમની પત્રિકામાં રાજ્ય સભાના સભ્યની બાદબાકી
જિલ્લા પંચાયતના સભ્યોના તાલીમ કાર્યક્રમની ડીડીઓ આનંદ પાટીલ દ્વારા છપાયેલી આમંત્રણ પત્રિકામાં રાજ્ય કક્ષાના મંત્રી,વડોદરા,ભરૃચ અને છોટાઉદેપુરના સાંસદો,વડોદરા જિલ્લાના ધારાસભ્યો તેમજ જિલ્લા પંચાયતના હોદ્દેદારોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.પરંતુ તાજેતરમાં જાહેર થયેલા છોટાઉદેપુર જિલ્લાના રાજ્ય સભાના સભ્ય મુકેશ રાઠવાના નામનો ક્યાંય ઉલ્લેખ નહી હોવાથી ચર્ચાનો વિષય બન્યો હતો.




