ડ્રગ્સ અંગેના વીડિયો વાઈરલ કરનાર મહિલા સામે વ્યાજખોરી બાદ સાયબર ક્રાઇમ હેઠળ પણ ગુનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરામાં ડ્રગ્સ સામેની વીડિયો વાઈરલ કરનાર મહિલા સામે વ્યાજખોરીની ફરિયાદ બાદ સાયબર સેલમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
છાણીના એલેમ્બિક ફ્લેટ ખાતે રહેતી તમન્ના સૈયદ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ડ્રગ્સને લગતા વીડીયો વાયરલ કરવામાં આવે છે. જેમાં વડોદરામાં ક્યાં ક્યાં ડ્રગ્સ મળે છે અને કોણ કોણ વેચે છે તેના સહિતની માહિતી મૂકવામાં આવતી હતી. આ વીડિયો ચર્ચાનો વિષય બનતો હતો અને તેના ઉપર કોમેન્ટ્સ પણ થતી હતી.
તમન્ના અને તેના પતિ સોહિલ સૈયદ સામે તાંદલજાના આરીફ શેખે વ્યાજખોરી અને બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવ્યા બાદ હવે વડોદરા પોલીસે તમન્ના સામે સાયબર ક્રાઇમમાં વધુ એક ફરિયાદ નોંધાવી છે. જેમાં આરીફ ડ્રગ્સ વેચે છે તેવો વીડિયો વાયરલ કરવાની પણ ધમકીનો ઉલ્લેખ હતો.
પોલીસનું કહેવું છે કે તમન્ના દ્વારા અપાયેલી માહિતીના આધારે તપાસ કરતા માહિતીઓ પાયા વગરની હોવાનું પોલીસે કહ્યું છે. આ ઉપરાંત તમન્ના દ્વારા પોલીસને સહયોગ આપવામાં આવતો નથી.
એસઓજીના એએસઆઈ સતીશ ભોગીભાઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં તમન્ના દ્વારા સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સ વધારવા માટે તેમજ પોલીસ માટે સમાજમાં ગૃણા થાય તે પ્રકારના ખોટી માહિતી આપતા વિડીયો મૂકવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સાયબર સેલે તમન્ના સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.









