Baroda

માંજલપુરમાં ૨૮૦ લીટર દેશી દારૃ સાથે મહિલા પકડાઇ

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
માંજલપુર જ્યુપિટર ચોકડી પાસેના ઝૂંપડામાં હેતલબેન ગાયકવાડ દેશી દારૂ વેચતા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 280 લિટર દેશી દારૂ, જેની કિંમત 56 હજાર છે, તે કબજે કર્યો હતો. હેતલબેને આ દારૂ ભાલીયાપુરાના ખોડાભાઈ પાસેથી લાવ્યાનું જણાવતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. લઠ્ઠાકાંડ બાદ પોલીસે 24 કલાકમાં 4.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુરમાં ૨૮૦ લીટર દેશી દારૃ સાથે મહિલા પકડાઇ

માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે ઝૂંપડામાં દેશી દારૃ વેચતી મહિલા પાસેથી પોલીસે ૨૮૦ લીટર દારૃ કબજે કર્યો છે.
માંજલપુર પોલીસને માહિતી મળી હતી કે, જ્યુપિટર ચોકડીથી લક્કી રેસ્ટોરન્ટ તરફ જતા રોડની બાજુમાં ઝૂંપડામાં રહેતા હેતલબેન મધુભાઇ ગાયકવાડ દેશી દારૃનું વેચાણ કરતા હોવાની માહિતી માંજલપુર પોલીસને મળી હતી. જેથી, પોલીસની ટીમે ઉપરોકત સ્થળે જઇને તપાસ કરતા હેતલબેન મળી આવ્યા હતા. તેમની પાસેથી ૨૮૦ લીટર દેશી દારૃ કિંમત ૫૬ હજારનો મળી આવ્યો હતો. આ દારૃનો જથ્થો ભાલીયાપુરાના ખોડાભાઇ પાસેથી લાવ્યા હોવાનું મહિલાએ જણાવ્યું હોઇ પોલીસે ખોડાભાઇને વોન્ટેડ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડ બાદ સફાળી જાગેલી પોલીસે ૨૪ કલાકમાં પોલીસે કુલ ૪.૪૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.