Baroda

નેતાઓ અને સુરક્ષાકર્મીઓ વગર વડાપ્રધાન મોદી લોકોની વચ્ચેથી મંચ સુધી પહોંચ્યા : ડોમમાં ચિચિયારીઓ અને ‘મોદી-મોદી’ના નારા ગૂંજ્યા

By GS Team
8 Sep 20261 min read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાના કાર્યક્રમમાં પહોંચતા અનોખું દૃશ્ય સર્જાયું હતું. ડોમના પ્રવેશદ્વારથી મંચ સુધી તેઓ કોઈ કાફલા વિના લોકો વચ્ચેથી એકલા પસાર થયા હતા. મોદીએ હાથ હલાવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જેથી સમગ્ર ડોમ ચિચિયારીઓ અને 'મોદી-મોદી'ના નારાથી ગુંજી ઉઠ્યો હતો. લોકો તેમની એક ઝલક મેળવવા ઉત્સાહિત હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

નેતાઓ અને સુરક્ષાકર્મીઓ વગર વડાપ્રધાન મોદી લોકોની વચ્ચેથી મંચ સુધી પહોંચ્યા : ડોમમાં ચિચિયારીઓ અને ‘મોદી-મોદી’ના નારા ગૂંજ્યા

PM Narendra Modi Visit Vadodara : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાના કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે ડોમમાં અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. ડોમના પ્રવેશદ્વારથી મંચ સુધી વડાપ્રધાન મોદી કોઈ નેતા કે સુરક્ષાકર્મીઓના કાફલા વિના એકલા ચાલતા લોકોની વચ્ચેથી પસાર થઈને પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

વડાપ્રધાન લોકોની વચ્ચેથી પસાર થતાં જ સમગ્ર ડોમ ચિચિયારીઓ અને ઉત્સાહભેર નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. લોકો વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે ઉત્સાહિત જોવા મળ્યા હતા. મોદીએ પણ હાથ હલાવીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રેલવે મંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર વડાપ્રધાનનું આગેવાનો અને મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિત્રો અને શ્રીજીની પ્રતિમા સહિતની ભેટ અર્પણ કરવામાં આવી હતી. વડાપ્રધાને પણ ભેટ સ્વીકારી ઉપસ્થિત મહાનુભાવો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડોમમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.