Baroda

10 કરોડની ખંડણી માટે રોહિત ગોદાણા ગેંગને વેપારીની ટિપ કોણે આપી,ATS પણ તપાસ કરશે

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના કેમિકલ વેપારી પાસે ₹10 કરોડની ખંડણી માંગનાર રોહિત ગોદારા ગેંગના સાગરીત કુલદીપ સ્વામીના રિમાન્ડ આવતીકાલે પૂરા થતાં, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેને દિલ્હીથી વડોદરા લાવવાની કાર્યવાહી કરી રહી છે. દિલ્હીમાં ₹10 લાખની ટોકન રકમ લેવા આવેલા કુલદીપને ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસે ઝડપી પાડ્યો હતો, જેની કારમાંથી ₹4 કરોડનું હેરોઈન પણ મળ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

10 કરોડની ખંડણી માટે રોહિત ગોદાણા ગેંગને વેપારીની ટિપ કોણે આપી,ATS પણ તપાસ કરશે

વડોદરાના કેમિકલના વેપારી પાસે ૧૦ કરોડની ખંડણી માગનાર રોહિત ગોદારા ગેંગના પકડાયેલા સાગરીત કુલદીપ સ્વામીના આવતીકાલે તા.૧૮મીએ રિમાન્ડ પૂરા થતાં હોઇ તેને દિલ્હીથી વડોદરા લાવવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
છાણી વિસ્તારના કેમિકલના વેપારીને ધમકી આપી ૧૦ કરોડની ખંડણી માગનાર રોહિત ગોદારા ગેંગને ટોકન પેટે ન્યુ દિલ્હી ખાતે રૃ.૧૦લાખ મોકલી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ્અને દિલ્હી પોલીસે છટકું ગોઠવતાં કુલદીપ ગણેશદાસ સ્વામી(કલ્યાણપુરા,ચુરૃ, રાજસ્થાન) રંગેહાથ ઝડપાઇ ગયો હતો અને તેની કારમાંથી રૃ.૪ કરોડનું હેરોઇન પણ મળી આવ્યું હતું.
વડોદરાના વેપારીને ગેંગસ્ટર રોહિત ગોદારા અને મહેન્દ્ર દેલાણાના નામે ધમકી આપવામાં આવી હતી અને વેપારીએ બીજી વાર ફોન નહિ ઉપાડતાં વોઇસ નોટ પણ મોકલવામાં આવી હતી.જેથી એક ડઝન જેટલી વોઇસ નોટ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.
આ ઉપરાંત પોલીસ માટે વેપારીની ટિપ આપનાર કોણ છે તે પણ જાણવું જરૃરી બન્યું છે.વેપારીની કોઇ નિકટની વ્યક્તિ સામેલ છે કે કેમ તેની તપાસ માટે પોલીસ દ્વારા દિલ્હીમાં પકડાયેલા કુલદીપ સ્વામીના મોબાઇલની કોલ ડીટેલ અને અન્ય ટેકનિકલ સોર્સ મારફતે તપાસ કરવામાં આવનાર છે.

ખંડણી પેટે દસ લાખની ટોકન રકમ લેવા કુલદીપ પંજાબથી આવ્યો હતો
વડોદરાના વેપારી પાસે ખંડણીની ૧૦ લાખની ટોકન રકમ લેવા આવતાં પકડાઇ ગયેલા કુલદીપ સ્વામીની દિલ્હી પોલીસ દ્વારા રિમાન્ડ મેળવી પૂછપરછ કરવામાં આવી રહી છે.કુલદીપ પાસે ચાર કરોડનું હેરોઇન મળતાં દિલ્હી પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.પ્રાથમિક તબક્કે રાજસ્થાનનો વતની કુલદીપ સ્વામી પંજાબથી આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.જેથી તેને ખંડણી લેવા મોકલનાર રોહિત ગોદારા ગેંગના મહેન્દ્ર દેલાણાની પણ તપાસ કરવામાં આવી રહી છે.ગુજરાત એટીએસ પણ આ તપાસમાં જોડાઇ છે અને આરોપીની પૂછપરછ કરશે.

રોહિત ગોદારા ગેંગ સામે ખંડણી,મર્ડર સહિતના ૧૦૦ થી વધુ ગુના
ગેંગસ્ટર રોહિત ગોદારા ગેંગ સામે જુદા જુદા રાજ્યોમાં સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસે કહ્યું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,રોહિત ગોદારા ગુનાની દુનિયામાં પ્રવેશ્યો ત્યારે લોરેન્સ બિશ્નોઇનો રાઇટ હેન્ડ મનાતો હતો. પરંતુ હવે તે લોરેન્સની સાથે છે કે તેના વિરોધમાં છે તેની પોલીસ પાસે સત્તાવાર માહિતી નથી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ વધુમાં કહ્યું છે કે,રોહિત ગોદારા ગેંગ સામે પંજાબ,હરિયાણા,રાજસ્થાન,યુપી જેવા રાજ્યોમાં ખંડણી,મર્ડર સહિત ૧૦૦થી વધુ ગુના નોંધાયા છે.વડોદરાના ગુનામાં પણ રોહિત ગોદારા અને મહેન્દ્ર દેલાણા વોન્ટેડ છે.