Baroda

કોરોનાકાળથી બંધ ટ્રેનો ફરી શરૃ કરવાની લોકમાગનો ઉકેલ ક્યારે?

By GS Team
24 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા રેલવે પેસેન્જર્સ એસોસિએશનના પ્રમુખે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી છે. કોરોનાકાળમાં બંધ થયેલી કેટલીક ટ્રેનો પુનઃ શરૂ કરવા અને નવી ટ્રેનો દોડાવવાની માંગ કરાઈ છે. ફિરોઝપુર જનતા એક્સપ્રેસ, જામનગર-સુરત ઇન્ટરસિટી ફરી શરૂ કરવા, તેમજ અમદાવાદથી શિરડી, વડોદરાથી હરિદ્વાર અને મડગાંવ માટે નવી ટ્રેનો ચલાવવા વિનંતી કરાઈ છે. આનાથી નોકરિયાતો અને વેપારીઓને રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોરોનાકાળથી બંધ ટ્રેનો ફરી શરૃ કરવાની લોકમાગનો ઉકેલ ક્યારે?

કોરોના મહામારી દરમિયાન બંધ કરવામાં આવેલી ટ્રેનો પૈકી હજુ સુધી શરૃ ન કરાયેલી ટ્રેનોને પુનઃ શરૃ કરવા વડોદરા રેલવે પેસેન્જર્સ એસોસિએશનના પ્રમુખે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે કોરોના બાદ મોટાભાગની ટ્રેનો ફરી શરૃ કરવામાં આવી છે, પરંતુ કેટલીક મહત્ત્વની ટ્રેનો હજુ દોડતી ન હોવાથી રોજિંદા અપડાઉન કરતા નોકરીયાતો, નાના વેપારીઓ તેમજ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે. આ મુદ્દે અગાઉ વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો તેમજ સ્થાનિક સાંસદો મારફતે રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆતો કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

વધુમાં ઉમેર્યું કે ૫૦ વર્ષથી ફિરોઝપુરથી મુંબઈ વચ્ચે દોડતી ફિરોઝપુર જનતા એક્સપ્રેસ ફરી શરૃ કરવાની માગ છે. આ ઉપરાંત, જામનગર-સુરત ઇન્ટરસિટી ફરી શરૃ કરવાની માગ કરાઈ છે. વલસાડ-વડનગર ટ્રેનને અંકલેશ્વર ખાતે રોકાણ આપવાની લાંબા સમયથી ચાલી રહેલી માગનો પણ ઉલ્લેખ કર્યો છે.

અમદાવાદથી સાઈધામ શિરડી માટે દૈનિક ટ્રેન, વડોદરાથી હરિદ્વાર માટે દૈનિક ટ્રેન અને વડોદરાથી મડગાંવ માટે નવી ટ્રેન શરૃ કરવા માગ કરાઈ છે. તેમજ અમદાવાદ-દ્વારકા વંદે ભારત ટ્રેન, વડોદરાથી દ્વારકા વચ્ચે દોડાવવામાં આવે એમ રજૂઆત કરાઈ છે.