લાઈન તૂટી ત્યારે ખબર પડી કે ઇજારો નથી : સુસેન સર્કલ પાસે ડ્રેનેજ લાઈનનું ભંગાણ રૂ.23.55 લાખમાં પડ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરામાં દક્ષિણ ઝોનના વોર્ડ નં.17માં સુસેન સર્કલથી તરસાલી તરફ જતા માર્ગ પર 900 એમએમ વ્યાસની ડ્રેનેજ દબાણ લાઈનમાં થયેલા ભંગાણની કામગીરી પાછળ મહાનગરપાલિકાને રૂ.23,55,499નો ખર્ચ થયો છે. જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે. આ કામગીરીને જાણવા લેવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાની મુખ્ય ડ્રેનેજ દબાણ લાઈનમાં અંદાજે ત્રણથી ચાર મીટર ઊંડાઈએ લીકેજ થયું હતું. આ કામગીરી માટેનો ઈજારો કાર્યરત ન હોવાથી જીપીએમસી એક્ટની કલમ 67(3) હેઠળ માનસી કોર્પોરેશન પાસેથી કામગીરી કરાવવામાં આવી હોવાનું દરખાસ્તમાં જણાવાયું છે.
માનસી કોર્પોરેશનને વર્ક ઓર્ડર આપી કામગીરી શરૂ કરાવવામાં આવી હતી. જરૂરિયાત મુજબ દબાણ લાઈન શિફ્ટ કરીને હયાત દબાણ લાઈનને ફરી કાર્યરત કરવામાં આવી હતી. આ કામગીરીનો અંદાજિત ખર્ચ રૂ.18,54,727 હતો, જ્યારે કોન્ટ્રાક્ટરે અંદાજ કરતાં 27 ટકા વધુ એટલે કે રૂ.23,55,499માં કામગીરી કરવા સંમતિ દર્શાવી હતી. આમ, અંદાજ કરતાં રૂ.5,00,772 જેટલો વધુ ખર્ચ થયો છે.




