Baroda

લાલબાગ પાણીની ટાંકી ખાતેથી 12 અને 13મીએ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે

By GS Team
10 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં નવી લાલબાગ ટાંકીને મુખ્ય નેટવર્ક સાથે જોડવાના કામને કારણે 12 અને 13 ઓક્ટોબરે પાણી વિતરણના સમયમાં ફેરફાર કરાયો છે. દંતેશ્વર, ઇન્ડસ્ટ્રિયલ ઝોન, દીપ ચેમ્બર્સ, તુલસીધામ, માંજલપુર, એસઆરપી લાઇન, નવાપુરા, સિંઘવાઈમાતા રોડ, બરોડા ડેરી અને કુંભારવાડા સહિતના વિસ્તારોમાં પાણી કાપ અથવા સમય બદલાશે. નાગરિકોને અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા જાણ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલબાગ પાણીની ટાંકી ખાતેથી 12 અને 13મીએ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે

Vadodara Water Shortage : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી બનાવાયેલી લાલબાગ ટાંકીના વિતરણ નેટવર્કને હયાત મુખ્ય નેટવર્ક સાથે જોડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આગામી 12 અને 13 ઓક્ટોબરના રોજ શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં નિયત સમય કરતાં અલગ સમયે પાણી આપવામાં આવશે.
12 ઓક્ટોબરના રોજ બપોરે 1થી 2 વાગ્યા દરમિયાન દંતેશ્વર અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પાણી આપવામાં આવશે નહીં. જ્યારે સાંજે 6થી 7 વાગ્યાના બદલે જગન્નાથપુરમ, માંજલપુર અને વિશ્વામિત્રી તરફના ઝોનમાં બપોરે 12.30થી 1.30 વાગ્યા દરમિયાન પાણી વિતરણ કરવામાં આવશે.
તેવી જ રીતે, 13 ઓક્ટોબરના રોજ સવારે 5થી 6 વાગ્યા દરમિયાન દીપ ચેમ્બર્સ અને તુલસીધામ, માંજલપુર વિસ્તારમાં પાણી આપવામાં આવશે નહીં. સવારે 7થી 8 વાગ્યા દરમિયાન એસઆરપી પોલીસ લાઇન અને નવાપુરા વિસ્તારમાં તેમજ સવારે 8.30થી 9.30 વાગ્યા દરમિયાન સિંઘવાઈમાતા રોડ, બરોડા ડેરી અને કુંભારવાડા ઝોનમાં પાણી વિતરણ બંધ રહેશે. આ ઉપરાંત, દંતેશ્વર અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં બપોરે 1થી 2 વાગ્યાના બદલે બપોરે 2થી 3 વાગ્યા દરમિયાન પાણી આપવામાં આવશે.