૨૦ વર્ષ જૂના કેસમાં વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૨૦ વર્ષ જૂના વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપીને સિટિ પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડયો છે.
જેટ રોડ લાઇન્સ પ્રા.લિ. દ્વારા સિટિ પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૪-૦૨-૨૦૦૬ ના રોજ (૧) ગુરજીતસિંગ ગુરૃદયાલસિંગ તથા (૨) પ્રગટસિંગ ગુરૃદયાલસિંગ ( બંને રહે. પંજાબ) સામે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે,આરોપીઓ પોતાની ટ્રકમાં સીગારેટના ૪૬૧ બોક્સ કિંમત રૃપિયા ૨૩.૪૫ લાખના ભરીને જમ્મુ ખાતે પુરાની મંડીમાં ત્રિશુલ એન્ટરપ્રાઇઝમાં મોકલવા માટે નીકળ્યા હતા. આરોપીઓએ ૬૦ બોક્સ કિંમત રૃપિયા ૩.૦૫ લાખના સગેવગે કરી દીધા હતા. આ ગુનામાં ટ્રક ડ્રાઇવર સાથે મળીને કાવતરું રચનાર આરોપી ગણપતરામ ગોરધનરામ જાટ (રહે. જનાદેસર ગામ,તા.લુણી, જિ. જોધપુર, રાજસ્થાન) ૨૦ વર્ષથી નાસતો ફરતો હતો. તેની સામે ધરપકડ વોરંટ પણ ઇશ્યૂ થયું હતું. આરોપી જનાદેસર ગામ નજીક હાઇવે પર ચા - નાસ્તાની લારી ચલાવતો હોવાની માહિતી સિટિ પોલીસને મળી હતી. જેથી,પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇ આરોપીને ઝડપી પાડયો હતો.




