બંધારણે બતાવેલા રસ્તા પર ચાલો, સમાનતાના આદર્શને અપનાવો: MSUના કોન્વોકેશનમાં રાષ્ટ્રપતિનો સંદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara M S University : વિદ્યાર્થીઓએ સંવિધાને બતાવેલા રસ્તે ચાલવું જોઈએ અને તેમાં રહેલા સમાનતાના આદર્શોને અપનાવવા જોઈએ તેમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એમ.એસ.યુનિવર્સિટીના ૭૫મા પદવીદાન સમારોહમાં પોતાના દીક્ષાંત પ્રવચનમાં કહ્યું હતું.
રાષ્ટ્રપતિએ ડિગ્રી અને ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓન અભિનંદન આપવાની સાથે કહ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સિટીમાં દીકરીઓનું વર્ચસ્વ જોવા મળ્યું છે અને મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં હવે આ જ સ્થિતિ છે. મહિલાઓની દેશના વિકાસમાં ભાગીદારી વધી રહી છે. જે બદલાતા ભારતની તસવીર છે.
તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપતા કહ્યું હતું કે, તમારો અભ્યાસ પૂરો થયો છે. હવે તમે સમાજના હિતોને પ્રાધાન્ય આપીને કામ કરશે તો દેશની સાથે પોતાની પણ પ્રગતિ થશે અને તેમનો અભ્યાસ સાર્થક થશે. બીજાના જીવનને બહેતર બનાવો, બીજાની સેવા કરો, સમાજની સમસ્યાઓનું સમાધાન કરો. જાહેર જીવનમાં હોવ તો અધિકારીઓની સાથે જવાબદારીઓનું પાલન કરો. ટેકનોલોજીનો ઉપયોગ કરો પણ વિવેકપૂર્ણ રીતે કરો. જો તમને નિષ્ફળતા મળે તો રસ્તો રોકાઈ ગયો છે તેવું વિચારવાની જરૂરી નથી અને સફળતાની સીડીઓ ચઢતા હોય તો પાછળ રહી ગયેલાને યાદ રાખજો અને તેમને પણ આગળ લાવવાના પ્રયાસ કરજો. દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, 2047 પહેલા વિકસીત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવા યુવાઓનું યોગદાન અને તેમની ક્ષમતાનો ઉપયોગ જરૂરી છે. જેમાં દીકરીઓનો પણ મોટો ફાળો છે.




