Baroda

વાડીના બૂટલેગરનો ૬.૨૭ લાખનો દારૃ ભરેલી કાર પકડાઇ

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ગુજસીટોક હેઠળ જેલવાસ ભોગવી જામીન પર છૂટેલા કુખ્યાત બુટલેગર ઝુબેર મેમણે મોકલેલો 6.27 લાખનો દારૂ ભરેલી કાર પોલીસે પકડી છે. પીસીબી પોલીસને બાતમી મળતા સયાજીગંજ પૂજા હોટલ નજીકથી વિરેન્દ્ર ઉર્ફે ગબા રાજને દારૂની 2,733 બોટલો સાથે ઝડપી પાડ્યો. કુલ 16.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાડીના બૂટલેગરનો ૬.૨૭ લાખનો દારૃ ભરેલી કાર  પકડાઇ

બૂટલેગરોને ગુજસીટોકનો પણ ડર રહ્યો નથી. ગુજસીટોકના ગુનામાં લાંબો સમય સુધી જેલમાં રહીને જામીન પર છૂટેલા નામચીન બૂટલેગરે મોકલેલો ૬.૨૭ લાખનો દારૃ ભરેલી કાર પોલીસે પકડી છે. જે દારૃ બૂટલેગર ઝુબેર મેમણનો હોવાના ખુલાસો થયો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, લક્ષ્મીપુરા રોડ ગોરવા સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં રહેતો વિરેન્દ્ર ઉર્ફે ગબો રાજ નામનો શખ્સ આણંદ પાસિંગની કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને લાવ્યો છે. દારૃ ભરેલી કાર લઇને તે શહેરમાં ફરી રહ્યો છે. જેથી,પોલીસે તપાસ હાથ ધરતા સયાજીગંજ પૂજા હોટલ નજીકથી સાંજે પોણા સાત વાગ્યે દારૃ ભરેલી કાર પકડી હતી. કારચાલકે પોતાનું નામ વિરેન્દ્ર ઉર્ફે ગબો કિરીટસિંહ રાજ,ઉં.વ.૩૫ (રહે. વિવેકાનંદ હાઇટ્સ) જણાવ્યું હતું. ૭ સીટવાળી કારમાં પાછળની સીટ કાઢી નાખી દારૃનો જથ્થો ભર્યો હતો. પોલીસે કારમાંથી દારૃની ૨,૭૩૩ બોટલ કિંમત રૃપિયા ૬.૨૭ લાખની કબજે કરી હતી. પોલીસે દારૃ, કાર, મોબાઇલ ફોન અને રોકડા મળી કુલ રૃપિયા ૧૬.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે,આ દારૃનો જથ્થો ઝુબેર સફીભાઇ મેમણે ( રહે. વાડી) દમણ ખાતેથી ભરીને આપ્યો છે. આ દારૃનો જથ્થો વડોદરાની તુલસી હોટલ પાસે રાકેશ ઉર્ફે બોસ ઠાકોરને આપવાનો હતો. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જ ઝુબેર પર ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો હતો. જામીન પર છૂટયા પછી ફરીથી તેણે દારૃનો ધંધો શરૃ કરી દીધો છે. તેની સામે અગાઉ ૬૬ ગુનાઓ નોંધાયા છે અને બે વખત પાસા પણ થઇ છે.