Baroda

વરણામા પંથકમાં વુડા દ્વારા ૧૨૦૯.૮૨ હેક્ટરની ૭ ટીપી સ્કીમોનો ઇરાદો જાહેર

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના વિકાસને ધ્યાને લઈ વુડા દ્વારા વરણામા પંથકમાં 7 નવી ટીપી સ્કીમોનો ઈરાદો જાહેર થયો છે. કુલ 1209.82 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી આ સ્કીમો વરણામા, સુંદરપુરા, ફતેપુરા અને આલમગીર ગામોને આવરી લેશે. અગાઉ 1590 હેક્ટરની એક મોટી સ્કીમ હતી, જેને સરકારે નાના ભાગોમાં વહેંચી નવી સ્કીમો બનાવવા સૂચવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વરણામા પંથકમાં વુડા દ્વારા ૧૨૦૯.૮૨ હેક્ટરની ૭ ટીપી સ્કીમોનો ઇરાદો જાહેર

વડોદરાના ફરતે ઝડપથી થતા વિકાસને ધ્યાનમાં રાખી વુડા દ્વારા વરણામા પંથકમાં વધુ સાત ટીપી સ્કીમોનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો છે. આ સાતેય ટીપી સ્કીમોનો કુલ વિસ્તાર ૧૨૦૯.૮૨ હેક્ટર છે.
પ્રાપ્ત માહિતી મુજબ વરણામા, સુંદરપુરા, ફતેપુરા વિસ્તાર મંજૂર દ્વિતીય વિકાસ યોજનામાં નોલેજ ટાઉનશીપનો ઝોનમાં થાય છે. જેથી અગાઉ વરણામા-વડસાલા, સુંદરપુરા, ફતેપુરા, મુજારગામડી નોલેજ રોડની માત્ર એક જ મોટી ટીપી સ્કીમ તૈયાર કરી વર્ષ-૨૦૧૮માં સરકારમાં મોકલવામાં આવી હતી પરંતુ સરકારના મે-૨૦૨૨ના નોટિફિકેશનમાં આ યોજનાનો વિસ્તાર ૧૫૯૦ હેક્ટર જેટલો વધારે હોવાથી એક કરતા વધારે ભાગમાં વિભાજીત કરી નવી ટીપી સ્કીમો તૈયાર કરવા જણાવ્યું હતું.
દરમિયાન વુડા દ્વારા ૨૦૦થી ૨૫૦ હેક્ટરમાં ટીપી સ્કીમો વિભાજીત કરી નવી બનાવવામાં આવી છે. આ ટીપી સ્કીમોમાં વરણામા-આલમગીરની ૧૬૧.૦૫ હેક્ટર, વરણામા-આલમગીર-મુજારગામડીની ૧૭૭.૨૯ હેક્ટર, વરણામા-સુંદરપુરાની ૨૧૫.૪૧ હેક્ટર, વરણામા-સુંદરપુરા-ફતેપુરાની ૧૮૧.૮૩ હેક્ટર તેમજ વરણામાની ૨૧૬.૨૬, ૧૫૩.૭૯ અને ૧૦૪.૧૯ હેક્ટરની કુલ ત્રણ ટીપી સ્કીમો મળી કુલ સાત ટીપી સ્કીમો તૈયાર કરી તેનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો છે.