VMCની તિજોરીમાંથી બે સપ્તાહમાં રૂ.122 કરોડની આવક સામે રૂ.370 કરોડથી વધુની જાવક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓડિટ શાખા દ્વારા મુખ્ય હિસાબી શાખા તથા ઝોનલ કચેરીઓની આવક-જાવકનું પત્રક સ્થાયી સમિતિ સમક્ષ જાણ માટે રજૂ કરવામાં આવ્યું છે. પત્રક મુજબ 26 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાનના બે સમયગાળામાં મહાપાલિકાની જાવક કરોડો રૂપિયામાં નોંધાઈ છે.
26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન મહાપાલિકાની કુલ જાવક રૂ.256,04,58,229 નોંધાઈ હતી. તેમાં મુખ્ય હિસાબી શાખા ખાતેથી રૂ.253,67,15,370 અને ઝોનલ કચેરીઓ ખાતેથી રૂ.2,37,42,859ની જાવકનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન મુખ્ય હિસાબી શાખા તથા ઝોનલ કચેરીઓની કુલ આવક રૂ.59,16,60,874 રહી હતી.
બીજા સપ્તાહમાં 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન મહાપાલિકાની કુલ જાવક રૂ.114,02,22,129 નોંધાઈ હતી. જેમાં મુખ્ય હિસાબી શાખા ખાતેથી રૂ.111,93,92,472 તથા ઝોનલ કચેરીઓ ખાતેથી રૂ.2,08,29,657ની જાવક થઈ હતી. આ સમયગાળા દરમિયાન મુખ્ય હિસાબી શાખા તથા ઝોનલ કચેરીઓની કુલ આવક રૂ.63,68,51,376 નોંધાઈ હતી.
બંને સમયગાળાના આંકડા જોતા 26 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન મહાપાલિકાની કુલ જાવક રૂ.370,06,80,358 રહી હતી, જ્યારે કુલ આવક રૂ.122,85,12,250 નોંધાઈ હતી. એટલે કે બે સપ્તાહના સમયગાળામાં મહાપાલિકાની જાવક આવક કરતાં આશરે ત્રણ ગણી રહી હતી. ઓડિટ શાખા દ્વારા રજૂ કરાયેલા આ આવક-જાવકના પત્રકને સ્થાયી સમિતિમાં જાણમાં લેવા રજૂ કરાયું છે.









