Baroda

ફતેગંજમાં VMCની દબાણ શાખા ત્રાટકી : લારીધારકો અને કર્મચારીઓ વચ્ચે રકઝક, 5 ટ્રક ભરી સામાન જપ્ત

By GS Team
3 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશન દ્વારા ફતેગંજ વિસ્તારમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા હલ કરવા મેગા ડ્રાઇવ યોજાઈ હતી. દબાણ શાખાએ પાણીપુરીની લારીઓ સહિત રસ્તામાં નડતરરૂપ 5 ટ્રક ભરી સામાન જપ્ત કર્યો હતો. કાર્યવાહી દરમિયાન કેટલાક લારીધારકો અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે રકઝક પણ થઈ. લારીઓ પરત મેળવવા 15 દિવસ પછી નિયમ મુજબની પ્રક્રિયા કરવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફતેગંજમાં VMCની દબાણ શાખા ત્રાટકી : લારીધારકો અને કર્મચારીઓ વચ્ચે રકઝક, 5 ટ્રક ભરી સામાન જપ્ત

Vadodara Corporation : વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં વધતા દબાણો, ટ્રાફિકની સમસ્યા અને નાગરિકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાએ આજે મેગા ડ્રાઇવ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન પાણી-પીણીની લારીઓ સહિત રસ્તામાં નડતરરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
દબાણ શાખાની ટીમે લારી-ગલ્લા, કાઉન્ટર, હંગામી શેડ અને પરચુરણ સામાન સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી. કાર્યવાહી દરમિયાન પાંચ ટ્રક ભરી સામાન કબજે લેવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કડક કાર્યવાહી દરમિયાન કેટલાક લારીધારકો અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે રકઝક પણ થઈ હતી. દબાણો હટાવવાની કામગીરીને લઈને કેટલાક લારીધારકોએ વિરોધ નોંધાવ્યો હતો.
કબજે લેવામાં આવેલી લારીઓ અને સામાન પરત મેળવવા માટે લારીધારકોએ નિયમ મુજબની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. કાર્યવાહી બાદ 15 દિવસ પછી લારી પરત મેળવવા અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.