કારેલીબાગના વિઝા કન્સલટન્ટે ફુલેકું ફેરવ્યુંઃ 18 યુવકાે પાસે 2.31 કરોડ પડાવી ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડામાં વર્ક પરમિટ અપાવવાના નામે કારેલીબાગ વિસ્તારના અક્ષર ફોરેન એજ્યુકેશનના સંચાલકે વડોદરા અને અન્ય શહેરોના ૧૮ યુવકો પાસે રૃ.૨.૩૧ કરોડ પડાવી લેતાં કારેલીબાગ પોલીસે ગુનો નોંધ્યો છે.
કારેલીબાગની આદિનાથ સોસાયટી પાસે શ્રીનાથજી હાઇટ્સમાં રહેતા ખાનગી કંપનીના મેનેજર ધવલભાઇ ગઢિયાએ પોલીસને કહ્યું છે કે,ફેબુ્રઆરી-૨૨૪માં મારે કેનેડા જવું હોવાથી કારેલીબાગની શ્રીપાદ નગર સોસાયટીમાં અક્ષર ફોરેન એજ્યુકેશન નામની વિઝા કન્સલટન્સી ધરાવતા અતીત જીતેન્દ્રભાઇ બારોટનો સંપર્ક કર્યો હતો.
અતીત બારોટે મને રૃ.૧૭ લાખમાં કેનેડાના વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી રૃ.૩૦૦ના સ્ટેમ્પ પર લખાણ આપ્યું હતું.અતીતને શરૃઆતમાં અડધી રકમ આપવાની હતી અને બાકીની રકમ કેનેડા જઇને હપ્તેથી આપવાની હતી.તેણે ૧૧ મહિનામાં વિઝાની ખાતરી આપી હતી.પરંતુ વિઝા મળ્યા નહતા અને તેણે આપેલો કેનેડાની કંપનીનો લેટર પણ બોગસ જણાઇ આવતાં રૃ.૭.૮૦ લાખ પરત લીધા હતા.જેનો ચેક બાઉન્સ થયો હતો.
આવી રીતે મારી સાથે અમદાવાદ, ગાંધીનગર,ભરૃચ,અંકલેશ્વર,મહેમદાવાદ જેવા નગરોનો બીજા ૧૭ જણા પણ ફસાયા છે.કારેલીબાગના પીઆઇ કેએ ચૌધરીએ ગુનો નોંધી અતીત બારોટની ઓફિસ તેમજ સમા- સાવલી રોડ પર લીલેરીયા એપાર્ટમેન્ટના મકાને તપાસ કરતાં તેનો પત્તો મળ્યો નથી.









