Baroda

વડોદરામાં વરસાદમાં ખોદકામ નહીં કરવા મ્યુનિ. કમિશનરના આદેશનું ઉલંઘન : કારેલીબાગમાં વરસાદી ગટરના કામનો વિવાદ

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ચોમાસા વચ્ચે કારેલીબાગની કલાકુંજ સોસાયટીના મુખ્ય રસ્તા પર વરસાદી ગટરનું કામ શરૂ થતા વિવાદ સર્જાયો છે. કોર્પોરેશન કમિશનરના ચોમાસામાં ખોદકામ ન કરવાના પરિપત્રનો ભંગ થયો હોવાનો કોંગ્રેસના દીક્ષિત રાણાએ આક્ષેપ કર્યો છે. પાણી ન ભરાતા વિસ્તારમાં ગટર નાખી, જમીન માલિકને ફાયદો કરાવવા કામ થતું હોવાનો આક્ષેપ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વરસાદમાં ખોદકામ નહીં કરવા મ્યુનિ. કમિશનરના આદેશનું ઉલંઘન : કારેલીબાગમાં વરસાદી ગટરના કામનો વિવાદ

Vadodara Corporation : વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર કલાકુંજ સોસાયટીના મુખ્ય રસ્તા પર ડ્રેનેજની લાઇન નાખવાના વિવાદ બાદ જ્યાં પાણી ભરાવવાનો કોઈ પ્રશ્ન થતો નથી તેમ છતાં જમીન માલિકને ફાયદો થાય તેને ધ્યાનમાં રાખી વરસાદી ગટર નાખવાની કામગીરી ચોમાસા દરમિયાન કરવામાં આવતા કોંગ્રેસના આગેવાન દ્વારા વિરોધ કરી કોર્પોરેશનના કમિશનરના પરિપત્રનો ભંગ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વડોદરા કોર્પોરેશનના કમિશનર દ્વારા ચોમાસા દરમિયાન જે કોઈ વિકાસના કામો ચાલતા હોય તે અટકાવી દેવા તેમજ નવા કામો માટે ખોદકામ કરવું નહીં તેવી સ્પષ્ટ આદેશ આપતો પરિપત્ર કરવામાં આવ્યો છે તેમ છતાં આજે ચોમાસા દરમિયાન ચાલુ વરસાદમાં કારેલીબાગ કલાકુંજ સોસાયટીના મુખ્ય રસ્તા પર જ્યાં પાણી ભરાતું નથી ત્યાં વરસાદી ગટરનું કામ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
આ અંગે કોંગ્રેસના અગ્રણી દીક્ષિત રાણાએ આક્ષેપ કર્યો છે કે કમિશનરના પરિપત્ર નું ઉલંઘન કરી કોર્પોરેશન ચાલુ વરસાદમાં ખાડા ખોદી વરસાદી ગટર નાખવાનું કામ કરી રહ્યું છે તે ગેરકાયદે છે. એટલું જ નહીં મૂકતાં આનંદ ત્રણ રસ્તા હોય કે સંગમના ચાર રસ્તા હોય જ્યાં વરસાદી પાણી ભરાઈ જાય છે તે વિસ્તારમાં વધારાની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાને બદલે જ્યાં પાણી ભરાતું નથી તેવા વિસ્તારમાં વરસાદી ગટર નાખવામાં આવી રહી છે આ જ જગ્યા પર અગાઉ ડ્રેનેજ નાખવાની કામગીરી કરવામાં આવતી હતી. તે અંગે પણ વિવાદ સર્જાયો હતો જેથી ડ્રેનેજ અને વરસાદી ગટર નાખવા પાછળ કોઈ જમીન માલિકને ફાયદો કરી આપવા માટે આ કાર્યવાહી થઈ રહી હોવાનું બહાર આવ્યું છે જે અંગે કોર્પોરેશનના સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે છતાં પણ કામગીરી અટકાવવામાં આવતી નથી.