Baroda

૩૨ વર્ષનો યુવક જાતે બચકા ભરતો હોઇ ગ્રામજનોમાં ભય

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
શહેર નજીકના ગામમાં રહેતો 32 વર્ષીય પરપ્રાંતિય યુવક 11મી તારીખે સાંજે પોતાની જાતને બચકા ભરતો જોવા મળ્યો. ગ્રામજનોએ એમ્બ્યુલન્સ બોલાવી તેને ગોત્રી હોસ્પિટલ મોકલ્યો. અઠવાડિયા પહેલા કૂતરું કરડ્યું હોવા છતાં વેક્સિન ન લીધી હોવાથી હડકવાની શંકા હતી. રિપોર્ટ નેગેટિવ આવતા તેને માનસિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૩૨ વર્ષનો યુવક જાતે બચકા ભરતો હોઇ ગ્રામજનોમાં ભય

શહેર નજીકના એક ગામમાં રહેતો ૩૨ વર્ષનો યુવક જાતે પોતાને બચકા ભરતો હતો. તેને માનસિક રોગની સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, શહેર નજીકના એક ગામમાં રહેતો પરપ્રાંતિય યુવક ગત ૧૧ મી તારીખે સાંજ પછી અસાધારણ હરકતો કરતો હતો. તે પોતાની જાતને બચકા ભરતો હતો. જેથી, ગ્રામજનોએ એમ્બ્યુલન્સ બોલાવી યુવકને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.યુવકને અઠવાડિયા પહેલા કૂતરૃં કરડયું હતું અને તેેણે કોઇ વેક્સિન પણ લીધી નહતી. તેને હડકવા થયો હોવાની શંકા સાથે કારેલીબાગની ચેપીરોગ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. રિપોર્ટ કઢાવ્યા પછી તેને હડકવા નહીં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ યુવકને માનસિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું ડોક્ટરે જણાવ્યું છે.