સમાના કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં વાન ઉથલી પડતાં અફરાતફરી સર્જાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં અકસ્માતના બનાવોની જાણે હારમાળા સર્જાઇ હોય તેવા એકપછીએક અકસ્માતના બનાવ બની રહ્યા છે.સમા વિસ્તારમાં એક કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં રસ્તા પરની વાન ઉતરી પડી હોવાનો બનાવ ચર્ચામાં આવ્યો છે.
ફતેગંજ બ્રિજ પર ગઇકાલે સવારે મહારાષ્ટ્ર પાસિંગની બસ ટ્રાફિક જામ થયેલા રોકાયેલા વાહનોમાં ઘૂસી જતાં ચાર વાહનોનો કૂરદો બોલાઇ ગયો હોવાના બનાવ બાદ હવે સમા રોડના એક કોમ્પ્લેક્સનો વાયરલ થયેલો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.જેમાં એક વાન કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ઊંધી પડેલી અને લોકો ભેગા થયેલા હોય તેવા દ્શ્ય નજરે પડે છે.
કોમ્પ્લેક્સની બહાર પાર્ક થયેલી વાન ચાલુ કરતાં જ એક બાઇકને અડફેટમાં લઇને વાન બેઝમેન્ટમાં ઉતરી પડી હોવાનું મનાય છે.જો કે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ હોવાનું જાણવા મળ્યું નથી.









