Baroda

વડોદરાની રાણા કો-ઓ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ પર જૂની અદાવતે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પિતા દ્વારા હુમલો

By GS Team
10 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં રાણા કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં ફોર્મ રદ થતાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ભૂમિકાબેન રાણાના પિતા નરેશ રાણાએ અદાવત રાખી. કારેલીબાગ નજીક મંડળીના પ્રમુખ જીતુભાઈ રાણાની ગાડી પર પથ્થરમારો કરી કાચ તોડ્યા. જીતુભાઈને ઈજા થતાં મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની રાણા કો-ઓ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ પર જૂની અદાવતે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પિતા દ્વારા હુમલો

Vadodara News : વડોદરા શહેરની રાણા કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ રદ થવાના મુદ્દે અદાવત રાખી મંડળીના પ્રમુખ પર ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાએ પથ્થરો મારી ગાડીના કાચ તોડી કાઢ્યા હતા. જેમાં પથ્થરમારામાં પ્રમુખને પણ ઈજા પહોંચતા મામલો કારેલીબાગ પોલીસસ્ટેશને પહોંચ્યો છે.
વડોદરાની રાણા કો-ઓ ક્રેડિટ સોસાયટીની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી તે ચૂંટણીમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ભૂમિકાબેન રાણાના પિતા નરેશ રાણાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરંતુ તેઓનું ફોર્મ મંડળી રજીસ્ટ્રારે રદ કર્યું હતું તે બાદ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. જેમાં નવા હોદ્દેદારો ચૂંટાઈ આવ્યા છે જેની સામે પણ રાણા સમાજના કેટલાક લોકોએ મંડળી રજીસ્ટરમાં રજૂઆત કરી છે. જેને ધ્યાનમાં રાખી અગાઉના પ્રમુખ જીતુભાઈ રાણાને હાલમાં હોદ્દા પર ચાલુ રાખવામાં આવ્યા છે. આજે સવારે જીતુભાઈ રાણા કારેલીબાગના તેમના નિવાસ્થાનેથી નીકળી ઓફિસ તરફ જઈ રહ્યા હતા ત્યારે કારેલીબાગ પેટ્રોલ પંપ પાસે તેમની ગાડી પર નરેશ રાણાએ પથ્થરો માર્યા હતા અને કાચ તોડી નાખ્યા હતા. આ પથ્થરમારામાં જીતુભાઈ રાણાને પણ સામાન્ય ઇજા પહોંચી હતી.
પથ્થરમારો કરી નરેશ રાણા ત્યાંથી ફરાર થઈ ગયા હતા જે બાદ રાણા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ જીતુભાઈ રાણા અને સમાજના આગેવાનોએ ભેગા થઈ નરેશ રાણાની સામે પોલીસ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી શરૂ કરી હતી જે અંગે કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.