Baroda

વડોદરાનું લાલપુરા બન્યું ભુવાપુરા : નવા યાર્ડના મુખ્ય માર્ગ પર વધુ એક ફરી ભૂવો પડ્યો

By GS Team
2 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના નવાયાર્ડ રોડ પર લાલપુરા ગામ પાસે મુખ્ય માર્ગ પર 4 ફૂટ પહોળો અને 3 ફૂટ ઊંડો વધુ એક ભૂવો પડ્યો છે. અવારનવાર ભૂવા પડવાથી આ વિસ્તાર 'ભૂવાપુરા' તરીકે ઓળખાય છે. 9 મહિના પહેલાં પણ આ જ સ્થળે ભૂવો પડતાં એક યુવકે જીવ ગુમાવ્યો હતો. તંત્રએ બેરીકેડ ગોઠવી સુરક્ષા કરી છે, પરંતુ વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. સમારકામની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાનું લાલપુરા બન્યું ભુવાપુરા : નવા યાર્ડના મુખ્ય માર્ગ પર વધુ એક ફરી ભૂવો પડ્યો

Vadodara Potholes : વડોદરા શહેરમાં માર્ગો પર ભૂવા પડવાની ઘટનાઓ હવે જાણે બારે માસની સમસ્યા બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આજે નવાયાર્ડ રોડ પર આવેલા લાલપુરા ગામ પાસે મુખ્ય માર્ગ પર વધુ એક ભૂવો પડતાં વાહનચાલકોમાં ચિંતા ફેલાઈ છે. ભૂવો આશરે ચાર ફૂટ પહોળો અને ત્રણ ફૂટ ઊંડો છે.
છેલ્લા કેટલાક સમયથી નવા યાર્ડ લાલપુરા વિસ્તારમાં ભુવા પડવાનો સિલસિલો જારી રહેતા લાલપુરાને બદલે હવે ભુવાપુરા વિસ્તારનું નામ થઈ ગયું છે. ભૂવો પડતાં તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર બેરીકેડ ગોઠવી સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે મુખ્ય માર્ગ પર અવરજવર કરતી વખતે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મામલે સામાજિક કાર્યકર વિજય જાદવે આક્ષેપ કર્યો છે કે લગભગ નવ મહિના પહેલાં પણ આ જ સ્થળે ભૂવો પડ્યો હતો, જેમાં એક યુવકે જીવ ગુમાવ્યો હતો. તેમ છતાં યોગ્ય સમારકામ કરવામાં ન આવતાં ફરી એ જ સ્થળે ભૂવો પડ્યો છે. તેમના જણાવ્યા મુજબ એક જ વિસ્તારમાં વારંવાર ભૂવા પડતા હોવા પરથી સમારકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમારકામ બાદ પણ જો વારંવાર ભૂવા પડતા હોય તો સંબંધિત કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અન્યથા પ્રજાના કરના રૂપિયાનો વેડફાટ થતો રહેશે અને લોકોના જીવ સતત જોખમમાં મુકાતા રહેશે.