Baroda

વડોદરાના જર્સીસ વાડિયાનો ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમમાં સમાવેશ, યુવા ક્રિકેટરે વધાર્યું શહેર અને ગુજરાતનું ગૌરવ

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરાના યુવા ઓલરાઉન્ડર જરસીસ વાડિયાની ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમમાં પસંદગી થતાં ગુજરાતનું ગૌરવ વધ્યું છે. તેઓ આગામી 6 થી 8 ઓગસ્ટ, 2026 દરમિયાન ડાર્વિનમાં બાંગ્લાદેશ સામેની 3-દિવસીય તૈયારી મેચમાં રમશે. BCAના મેદાનથી ક્રિકેટ શરૂ કરનાર જરસીસે અંડર-19 સુધી વડોદરાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા બાદ બિગ બેશ લીગમાં શાનદાર પ્રદર્શન કરી તેમણે આ સિદ્ધિ મેળવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના જર્સીસ વાડિયાનો ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમમાં સમાવેશ, યુવા ક્રિકેટરે વધાર્યું શહેર અને ગુજરાતનું ગૌરવ

Vadodra: વડોદરા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના મેદાનથી ક્રિકેટની શરૂઆત કરનાર યુવા ઓલરાઉન્ડર જરસીસ વાડિયાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બાંગ્લાદેશની રાષ્ટ્રીય ટેસ્ટ ટીમ સામે આગામી 6થી 8 ઓગસ્ટ, 2026 દરમિયાન ડાર્વિનમાં રમાનારી ત્રણ દિવસીય તૈયારી મેચ માટે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમમાં તેમની પસંદગી કરવામાં આવી છે.

આ પસંદગી સાથે વડોદરાના ક્રિકેટર તરીકે તેમણે ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ક્રિકેટ વ્યવસ્થામાં મહત્વનું સ્થાન મેળવ્યું છે, જેને વડોદરા અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ માનવામાં આવી રહી છે.

જરસીસ વાડિયાએ ક્રિકેટની પ્રાથમિક તાલીમ વડોદરામાં મેળવી હતી. તેમણે બરોડા ક્રિકેટ એસોસિએશન હેઠળ અંડર-12, અંડર-14, અંડર-16 અને અંડર-19 કક્ષાએ પ્રતિનિધિત્વ કરીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી. નાની ઉંમરથી જ ડાબા હાથની આક્રમક બેટિંગ અને ડાબોડી બોલિંગના કારણે તેઓ પસંદગીકારોના ધ્યાનમાં આવ્યા હતા.

માત્ર 18 વર્ષની ઉંમરે ઉચ્ચ સ્તરની તકો મેળવવા માટે તેઓ ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાં સ્થાયી થયા હતા. ત્યાં તેમણે દક્ષિણ ઓસ્ટ્રેલિયાની પ્રીમિયર ક્રિકેટ લીગમાં ક્લબ ક્રિકેટથી પોતાની નવી સફર શરૂ કરી હતી. સતત સારા પ્રદર્શનના કારણે તેઓ ધીમે ધીમે ઓસ્ટ્રેલિયન ક્રિકેટના પસંદગીકારોના ધ્યાનમાં આવ્યા હતા.

ડિસેમ્બર 2025માં એડિલેડ સ્ટ્રાઈકર્સએ તેમને બિગ બેશ લીગ માટે પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. પોતાની બીજી જ મેચમાં તેમણે સતત ત્રણ છગ્ગા ફટકાર્યા અને ત્રણ વિકેટ ઝડપી સમગ્ર ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ચર્ચાનો વિષય બન્યા હતા.

કાયમી રહેઠાણનો દરજ્જો ન હોવાથી અંડર-19 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક ચૂકી

જર્સીસ વાડિયાની 18 વર્ષની ઉંમરે દક્ષિણ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિએશનમાં પસંદગી થઈ હતી. જોકે તે સમયે તેમની પાસે ઓસ્ટ્રેલિયાના કાયમી રહેઠાણનો દરજ્જો (પી.આર.) ન હોવાથી તેઓ ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તકથી વંચિત રહ્યા હતા.

"જર્સીસ સિદ્ધિ વડોદરા માટે ગૌરવની વાત" – ઋષિ વાડિયા

જર્સીસ વાડિયાના કાકા ઋષિ વાડિયાએ કહ્યું કે, "વડોદરાના ક્રિકેટરનો ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના માળખામાં સમાવેશ થવો ખૂબ જ ગૌરવની બાબત છે. જર્સીસે પોતાની પ્રતિભા અને સતત મહેનતના બળે આ સ્થાન મેળવ્યું છે. શરૂઆતમાં કેટલીક અડચણોના કારણે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળી નહોતી, પરંતુ તેમણે હિંમત હારી નહીં અને સતત પ્રદર્શન કરતા રહ્યા. આજે તેમની મહેનતનું ફળ મળ્યું છે."

બરોડા ક્રિકેટ એસોસિએશનથી આંતરરાષ્ટ્રીય મંચ સુધીની સફર

જર્સીસ વાડિયાએ બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી અંડર-12, અંડર-14, અંડર-16 અને અંડર-19 કક્ષાએ શાનદાર પ્રદર્શન કરીને પોતાની ઓળખ બનાવી હતી. ડાબા હાથની વિસ્ફોટક બેટિંગ અને ડાબોડી બોલિંગની ક્ષમતાના કારણે તેઓ બાળપણથી જ ચર્ચામાં રહ્યા હતા. હવે બરોડા ક્રિકેટ એસોસિએશનના મેદાનથી શરૂ થયેલી તેમની ક્રિકેટ સફર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ સુધી પહોંચતાં વડોદરા અને ગુજરાતના યુવા ક્રિકેટરો માટે તેઓ પ્રેરણારૂપ બન્યા છે.