Baroda

વડોદરાની દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ ચંદ્રક હાંસલ કર્યા

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાની 18 વર્ષીય અક્ષદા દળવીએ ઇન્દોરમાં યોજાયેલી રાષ્ટ્રીય કિક-બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 3 મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આ વિદ્યાર્થીનીએ 70+ કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને ટીમ ઇવેન્ટમાં પણ સિલ્વર મેડલ મેળવ્યા. 1200 ખેલાડીઓ વચ્ચે અક્ષદાની આ સિદ્ધિ પ્રેરણાદાયક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ ચંદ્રક હાંસલ કર્યા

અત્રેના પોલોગ્રાઉન્ડ પાસે રહેતી ૧૮ વર્ષની અક્ષદા દળવીએ રાષ્ટ્રીય કિક-બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ ચંદ્રક જીતી ગુજરાતનું નામ રોશન કર્યું છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં (બી.પી.ઈ.એસ.) બેચરલ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી અને નૌકાદળની રાષ્ટ્રીય કેડેટ કોર (એન.સી.સી.)ની કેડેટ તરીકે પણ સક્રિય છે.

ગત્ તા. ૮થી ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ઈન્દોર, મધ્ય પ્રદેશ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી  ૧,૨૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમા અક્ષદાએ સિનિયર મહિલા ૭૦થી વધુ કિલોગ્રામ કેટેગરીમાં લાઈટ કોન્ટેક્ટ ઈવેન્ટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે પોઈન્ટ ફાઈટમાં  સિલ્વર અને ટીમ ઈવેન્ટમાં પણ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.

અક્ષદાના પિતા અજય દળવી અખબાર વિતરક તરીકે અને માતા સંગીતા દળવી મેડિકલ એજન્સીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કાર્યરત છે. અક્ષદા યુવા ખેલાડીઓને સંદેશ આપતાં કહે છે કે 'મોટું સપનું જુઓ, સખત મહેનત કરો, શિસ્ત જાળવો અને પોતાના પરનો વિશ્વાસ ક્યારેય ગુમાવશો નહીં'.