Baroda

વડોદરા: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સામસામે બે કાર અથડાઈ

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગોધરા નજીક રોંગ સાઈડ આવેલી કારે સુરતના બિલ્ડર મુકેશભાઈ બોધરાના પરિવારની કારને ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અમરેલીના મગનભાઈ વાવિયા અને તેમના પત્ની ભાનુબેનનું કરૂણ મોત થયું હતું. મુકેશભાઈ, તેમના પત્ની સુમિતાબેન અને 3 બાળકોને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સામસામે બે કાર અથડાઈ

Vadodara: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગોધરા તરફથી રોંગ સાઇડમાં આવેલી એક કારે સામેથી આવી રહેલ સુરતના બિલ્ડર અને અમરેલીના પરિવારની કારને અકસ્માતમાં દંપતીનું મોત નિપજ્યું હતું.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ કાળુભાઈ બોધરા પરિવાર સાથે દિલ્હી જવા નીકળ્યા હતા. તેમની સાથે પત્ની સુમિતાબેન તથા ત્રણ બાળકો પણ કારમાં મુસાફરી કરી રહ્યાં હતાં. પરિવારના સભ્યો કારમાં દિલ્હી તરફ જઈ રહ્યાં હતા. દરમિયાન ગોધરા તરફથી રોંગ સાઇડમાં આવતી એક કારના ચાલકે મુકેશભાઈની કારને સામેથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પરિવારની કારને નુકસાન થયું હતું અને મુકેશભાઈ, તેમની પત્ની સુમિતાબેન તથા બાળકોને ઇજાઓ પહોંચી હતી.
અકસ્મત કરનાર કારચાલક મગનભાઈ ભીમજીભાઈ વાવિયા, રહે. ઘોઘા ગામ, તા. સાવરકુંડલા, અમરેલી, તેમજ તેમની પત્ની ભાનુબેન મગનભાઈ વાવિયાનું મોત નિપજ્યું હતું.