વડોદરા: આજવા રોડ રાત્રીબજાર પાસે પોલીસ વાનના ડ્રાઇવર પર હુમલો કરી ત્રણ આરોપીઓ રિક્ષામાં ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વાઘોડિયા રોડ અર્બન રેસીડેન્સીમાં રહેતા સંદીપભાઈ ઇશ્વરભાઇ પરમાર પોલીસ હેડ ક્વાર્ટર માં આઉટસોર્સના ડ્રાઇવર તરીકે નોકરી કરે છે હાલમાં તેઓ બાપોદ પોલીસ સ્ટેશનમાં વન મોબાઇલમાં ડ્રાઇવિંગ કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રે તેઓ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ રાખી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા રાત્રે આજવા રોડ પર રાત્રી બજારના ગેટ પાસે એક રીક્ષામાં બેઠેલા ત્રણ લોકો માટેથી બુમા બુમ કરતા હતા. જેથી અમે અમારી ગાડી ઉભી રાખી હતી. રિક્ષામાં બેઠેલા ત્રણેય લોકો અમારી નજીક આવતા તેઓને ઘરે જવાનું કહી જણાવ્યું કે આટલી રાતે મોટેથી કેમ બૂમા બુમ કરો છો?
ત્રણ પૈકીના એક આરોપી ઉશ્કેરાઈને તું કોણ છે અમને કહેવા વાળો તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો. આરોપીએ મને ગાડીમાંથી બહાર કાઢી મારા-મારી શરૂ કરી હતી તેની સાથે આવેલા અન્ય આરોપી પણ મને માર મારવા લાગ્યો હતો જેથી હું રાત્રી બજાર તરફ ભાગતા તેઓએ મારો પીછો કરી પકડી લઈ મને માર માર્યો હતો. એક આરોપીએ બાજુમાં પડેલા લાકડાનો કટકો મને માથામાં મારી દીધો હતો અને ધમકી આપી હતી કે, હવે આ બાજુ દેખાય તો તને જાનથી મારી નાખીશ દરમિયાન રાત્રી બજારમાં કામ કરતા લોકો આવી જતા આરોપીઓ રીક્ષા લઈને ભાગી ગયા હતા.




