વડોદરા: કારની નુકસાનીના રૂપિયા માગતા મારી નાખવાની ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: કારની નુકસાનીના પાંચ લાખ રૂપિયા નહી ચૂકવી ધમકી આપનાર સોહેલ સૈયદ સામે વધુ એક ફરિયાદ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
હાથીખાનામાં રહેતા અને કન્સટ્રક્શનનું કામ કરતા ઇમરાન ઐયુબભાઇ ઘાંચીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા મહોલ્લામાં અવારનવાર આવતા સોહેલ સૈયદે (રહે. છાણી) ગત તા 29-05-2024ના રોજ મને કહ્યું કે, મારે મરણ પ્રસંગે દાહોદ તાત્કાલિક જવાનું હોઇ તારી ગાડી આપ. જેથી, મેં તેને મારી કાર આપી હતી.આ કારને દાહોદ નજીક અકસ્માત થતા ભારે નુકસાન થયું હતું. શો રૃમમાં કાર રિપેરીંગ માટે મૂકી ત્યારે ઇન્સ્યોરન્સ કંપનીએ ગાડી ટોટલ લોસ થઇ હોવાનું જણાવ્યું હતું.આ ગાડી ઇન્સ્યોરન્સવાળાએ 14.70 લાખમાં લઇ લીધી હતી. ગાડીની કિંમતના બાકીના ૫ લાખ રૂપિયા સોહેલ થોડા સમયમાં ચૂકવી દેવાની વાત કરી હતી. ત્યારબાદ અવારનવાર માગણી કરવા છતાંય સોહેલ પૈસા આપતો નહતો. ત્યારબાદ સોહેલ વસીમોહંમદ મઝઙરમોહંમદ સૈયદે (રહે.જી - ટાવર,છાણી કેનાલ રોડ) મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.









