વડોદરા: હની ટ્રેપ અને ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપી 15 લાખની માગણી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા નજીક કપુરાઈ પાસેથી એક મહિલાએ કારમાં વૃદ્ધ પાસે લિફ્ટ માગ્યા બાદ ડભોઇ પાસે પહોંચ્યા ત્યારે બે કારમાં આવેલા શખશો પોલીસની ઓળખ આપી વૃદ્ધને હની ટ્રેપ તેમજ ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 3.5 લાખ પડાવી લીધા હતા.
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા 66 વર્ષના વૃદ્ધએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં અમિત મશરૂ, શીતલબેન, રાહુલ પરમાર તેમજ અન્ય ચાર શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.1 ઓગસ્ટના રોજ બપોરે હું મારી કાર લઈને ડભોઇ ખાતેના વૃદ્ધાશ્રમમાં જવા નીકળ્યો હતો. બપોરે 2:00 વાગે કપૂરાઈ ચોકડી પાસે આવતા મેં કાર ઊભી રાખી ત્યારે 25 થી 30 વર્ષની એક મહિલાએ રાજપીપળા જવા માટે લિફ્ટની વિનંતી કરી હતી મેં મદદ કરવાના હેતુથી મહિલાને લિફ્ટ આપી હતી અને ડભોઇ વૃદ્ધાશ્રમ સુધી લિફ્ટ આપીશ ત્યાંથી તમે તમારી રીતે જતા રહેજો તેમ જણાવ્યું હતું.
બાદમાં મારી કારમાં બેઠેલ મહિલાએ પોતાની ઓળખ શીતલબેન તરીકે આપી હતી અને તેને મારો મોબાઈલ નંબર લઈ મિસ કોલ માર્યો હતો. સાઠોડ ગામની સીમમાં વૃદ્ધાશ્રમથી થોડે આગળ અચાનક મારી ગાડીની આગળ બે કાર આવીને ઊભી રહી હતી આ બંને કારમાંથી ત્રણ ચાર અજાણ્યા શકશો નીચે ઉતરીને મારી પાસે આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેમાં એક શકશે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી આઈકાર્ડ બતાવ્યું હતું અને અમિત મશરૂ તરીકે ઓળખ આપી જણાવેલ કે તમારી સાથે બેઠેલ બહેન ડ્રગ્સ પેડલર છે, તે વોન્ટેડ છે, તમે પણ ડ્રગ્સ ફેરાફેરીમાં સંડોવાયા હોય તેમ લાગે છે કહી બે ત્રણ લાફા મારી દીધા હતા અને ડ્રગ્સ ક્યાં છે બોલ તને જેલ ભેગો કરીને મીડિયામાં બધે જાણ કરી દઈશું, છાપામાં તારો ફોટો આપીશું તેવી ધમકી આપી કેસમાંથી બચવું હોય તો 15 લાખ રોકડની વ્યવસ્થા કરી દે તેમ કહી ચારે શકશો મારી ગાડીમાં બેસી ગયા હતા અને શીતલબેનને તેમની ગાડીમાં બેસાડેલ.
મારી ગાડી ચલાવી તેઓ વડોદરા તરફ જતા હતા ત્યારે મારો મોબાઈલ આચકી લઈ જીપેથી 89 હજાર અને બાદમાં 6000 ટ્રાન્સફર કર્યા હતા. મને ધમકાવીને પૈસા માગતા હોય જેથી મારા મિત્ર સુનિલના ઘેર ગયેલ અને ત્યાંથી મેં ઉછીના બે લાખ લઈ આપ્યા હતા. બાદમાં ગોત્રી રોડ પર નંદીશ કોમ્પ્લેક્સ પાસે જઈ અમિત મશરૂએ મારા એટીએમ કાર્ડ લઈ તેમાંથી જબરજસ્તી ચાલીસ હજાર રૂપિયા ઉંપાડ્યા હતા કુલ 3.35 લાખ પડાવ્યા બાદ અમિતે મને જણાવેલ કે બીજા 10 લાખની સોમવાર સુધીમાં વ્યવસ્થા કરી રાખજે હું કહું ત્યાં આંગડિયા થકી મોકલી આપજે નહીં મોકલે તો તારા હાથ પગ ભાગી નાખીશું તેવી ધમકી આપી હતી.




