Baroda

વડોદરા: પ્રતાપનગર બ્રિજ નીચે સિમેન્ટ ભરેલી ટ્રકનું ટાયર બે ફૂટ જમીનમાં ખૂંપી ગયું

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના પ્રતાપનગર બ્રિજ નીચે સિમેન્ટની બોરી ભરેલી ટ્રકનું ટાયર અચાનક 2 ફૂટ જેટલું રસ્તામાં ખૂંપી ગયું. ખોદકામ બાદ નબળા પેચવર્કના કારણે આ ઘટના બની. ટ્રક ફસાતા સિમેન્ટની બોરીઓ બીજી ટ્રકમાં ખસેડી, પછી ક્રેનથી ટ્રકને બહાર કઢાઈ. આથી વાહનચાલકને સમય અને પૈસાનો વ્યય થયો, તેણે તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: પ્રતાપનગર બ્રિજ નીચે સિમેન્ટ ભરેલી ટ્રકનું ટાયર બે ફૂટ જમીનમાં ખૂંપી ગયું

Vadodara: પ્રતાપનગર બ્રિજ નીચેથી પસાર થઈ રહેલી સિમેન્ટની બોરીઓ ભરેલી ટ્રકનું પાછળનું ટાયર અચાનક રસ્તામાં અંદાજે બે ફૂટ જેટલું ખૂંપી ગયું હતું. ભારદારી વાહન રસ્તામાં જ ફસાઈ જતા ટ્રકને પણ મોટું નુકસાન થયું હતું. ઘટનાને પગલે ટ્રકમાંથી સિમેન્ટની બોરીઓ અન્ય ટ્રકમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ ક્રેનની મદદથી ફસાયેલી ટ્રકને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.

ટ્રક ફસાઈ જવાના કારણે વાહનચાલકને સમય અને નાણાંનો વધારાનો ખર્ચ ભોગવવાનો વારો આવ્યો હતો. જેના પગલે ટ્રક ચાલકે તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

પ્રતાપનગર બ્રિજ નીચે થોડા સમય અગાઉ રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ બાદ રસ્તા પર યોગ્ય રીતે પેચવર્ક નહીં કરવામાં આવતા જમીન નબળી રહી હોવાનું સામે આવ્યું છે.

રસ્તાના ખાડા પૂરવા માટે કરવામાં આવતું તકલાદી પેચવર્ક જ હવે વાહનો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. ભારદારી વાહનોની અવરજવર ધરાવતા માર્ગ પર યોગ્ય રીતે કામગીરી નહીં કરવામાં આવતા તંત્રની ગુણવત્તા અંગે પણ સવાલો ઊભા થયા છે.