Baroda

ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશિપમાં વડોદરાના સ્વિમર્સે 110 મેડલ જીત્યા

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ જુનિયર અને સબ-જુનિયર એક્વાટિક ચેમ્પિયનશિપ 2026માં વડોદરાના સ્વિમર્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. 26-28 જૂન અને 4-5 જુલાઈ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓએ કુલ 110 મેડલ જીત્યા હતા, જેમાં 28 ગોલ્ડ, 36 સિલ્વર અને 46 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. માધવ દૌડિયા (6 ગોલ્ડ) અને અવની સિંહ (3 ગોલ્ડ) જેવા ખેલાડીઓ છવાઈ ગયા.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશિપમાં વડોદરાના સ્વિમર્સે 110 મેડલ જીત્યા

Gujarat State Aquatic Championship : અમદાવાદ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ જુનિયર અને સબ-જુનિયર એક્વાટિક ચેમ્પિયનશિપ 2026માં વડોદરાના સ્વિમર્સે શાનદાર પ્રદર્શન કરતા 26-28 જૂન અને 4-5 જુલાઈ દરમિયાન બે તબક્કામાં યોજાયેલી સ્પર્ધામાં કુલ 110 મેડલ જીત્યા હતા. ખેલાડીઓએ 28 ગોલ્ડ, 36 સિલ્વર અને 46 બ્રોન્ઝ મેડલ મેળવીને રાજ્યની શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમ તરીકે ઉભરી આવ્યા હતા.
મેડલ વિજેતાઓમાં મુખ્યત્વે માધવ દૌડિયાએ 6 ગોલ્ડ અને 1 સિલ્વર, અવનિ સિંહે 3 ગોલ્ડ અને 2 સિલ્વર, તથા જૈવલ જાનીએ 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. અન્ય ગોલ્ડ મેડલ વિજેતાઓમાં ભવ્ય મહેતાએ 2 ગોલ્ડ અને 4 સિલ્વર, જયદીપ કથિરીયાએ 2 ગોલ્ડ અને 3 સિલ્વર, સ્મૃતિ સિંહે 2 ગોલ્ડ અને 3 સિલ્વર, હર્ષ માહેશ્વરીએ 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ, હર્ષિલ વાઘે 2 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ, આરુષ લાંજેવારે 2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ, શુભમ મેરે 2 ગોલ્ડ, હિમાની ચૌહાણે 1 ગોલ્ડ અને 4 સિલ્વર તથા ગુરપ્રીત સિંહ સિંધુએ 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય અન્ય ઘણા સ્વિમર્સે વિવિધ વયજૂથમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ ખેલાડીઓ કોચ વિવેક સિંહ બોરલિયા અને કૃષ્ણા પંડ્યાના માર્ગદર્શન હેઠળ તેમજ ટ્રેનર્સ સુબોધ કુમાર અને બિપિન કુમારના સહયોગથી તાલીમ મેળવે છે. જિલ્લા રમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ અને જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમે તમામને અભિનંદન પાઠવ્યા છે.